all savings account holders will now get zero balance facility says finance minister of india
ગૂડ ન્યૂઝ /
સરકારે સેવિંગ ખાતોને લઇને કરી મોટી જાહેરાત, હવે નહીં થાય મિનિમમ બેલેન્સ રાખવાનું ટેન્શન
Team VTV09:16 PM, 24 Mar 20
| Updated: 10:11 PM, 24 Mar 20
કોરોનાવાયરસના કારણે પેદા થયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય સામાન્ય નાગરિકને રાહત આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સેવિંગ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સને લઇને છૂટ આપવાની જાહેરાત કરી છે. એટલે કે હવે બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂર નથી.
હવે બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂર નથી
SBIએ તમામ પ્રકારના બચત ખાતા પર એવરેજ મંથલી બેલેન્સની જરૂરીયાતને ખતમ કરી દીધી છે
તમને જણાવી દઇએ કે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા મીડિયાને સંબોધિત કરી. આ દરમિયાન નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ એમની સાથે હાજર રહ્યા.
આ ઉપરાંત નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, ઇનસૉલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ડિફૉલ્ટ લિમિટને 1 લાખ રૂપિયાથી વધીને 1 કરોડ રૂપિયા કરી દીધા છે. નાણા મંત્રી સીતારમણે ઇકનૉમિક પેકેજને લઇને કહ્યું કે એની પર કામ ચાલી રહ્યું છે અને જલ્દીથી એને લઇને જાહેર થશે.
SBIએ તાજેતરમાં કરી સેવિંગ બેંક ખાતાને લઇને આ જાહેરાત
ભારતીય સ્ટેટ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. SBIએ તમામ પ્રકારના બચત ખાતા પર એવરેજ મંથલી બેલેન્સની જરૂરીયાતને ખતમ કરી દીધી છે.
એનો મતલબ ગ્રાહકોને હવે પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ ખતમ થઇ ગઇ છે. એસબીઆઇના આ નિર્ણયથી 44.51 કરોડ ગ્રાહકોને ફાયદો થશે. આ ઉપરાંત એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં SBIએ બચત બેંક ખાતા પર પોતાના વ્યાજ દરને તર્કસંગત બનાવતા સપાટ 3 ટકા વર્ષની કરી દીધી.