અમદાવાદ / AMTSની માલિકીની તમામ બસના 'કિલોમીટર' પૂરા, છતાં દોડે છે

All kilometers owned by AMTS bus are completed

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે. ખાનગીકરણનાં રવાડે ચઢેલા તંત્રનાં કારણે ખાનગી ઓપરેટરોને દર વર્ષે કરોડો રૂપિયા ભાડા પેટે ચૂકવાતાં હોવાં છતાં એએમટીએસ સંસ્થાને વકરો થતો નથી. બીજી તરફ સંસ્થાની માલિકીની બસની મુસાફરી પણ પેસેન્જર્સ તેમજ વાહનચાલકો માટે જોખમી બની છે, કેમ કે આ તમામ બસનો 'ટાઇમ' પૂરો થઈ ગયો છે એટલે કે આરટીઓની દૃષ્ટિએ 'ખખડધજ' થઇ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ