બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત અને હાર્દિક વચ્ચે All is not Wel? પંડ્યાની પોસ્ટમાંથી શર્માજી ગાયબ થતા ઊઠી ચર્ચા
Last Updated: 03:40 PM, 29 May 2024
બીજી જૂનથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થશે. ભારતની ટીમ અમેરિકા જવા રવાના થઇ ગઈ છે. એવામાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાના છૂટાછેડાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ચર્ચાએ જોર ત્યારે પકડ્યું જ્યારે પહેલા ભારતના પ્લેયરો ન્યૂયોર્ક જવા રવાના થયા તેમાં હાર્દિક પંડ્યા સામેલ ન હતો. પરંતુ આ મામલે હજુ હાર્દિક પંડ્યા કે તેની પત્ની નતાશાએ કોઈ ખુલાસો કર્યો નથી. આ દરમિયાન પંડ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી એક અપડેટ આપ્યું છે. આ પોસ્ટથી એવું પણ જણાઈ આવે છે કે, IPL દરમિયાન રોહિત સાથે જે થોડી કડવાહટ પેદા થઇ હતી તે હજુ પણ દૂર નથી થઈ.
ADVERTISEMENT
IPLમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની ખુબ આલોચના થઈ, જેમાં તેનું પરફોર્મન્સ અને બિહેવિયર બંને અલોચનાનું કારણ બન્યું હતું. MIની ટીમ સૌ પહેલા IPLમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. અત્યારે ભારતીય ટીમ અમેરિકા પોંહચી છે ત્યારે
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી છે.જેમાં ઇન્ડિયન ટીમ પ્રેક્ટિસ કરી રહી. પંડ્યાએ ચાર ફોટા શેર કર્યા છે પરંતુ તેમાં કેપ્ટન રોહિત શર્મા ક્યાંય દેખાતો નથી. તે પ્રેક્ટિસ વખતે રોહિત હાજર હતો તો પણ તેનો ફોટો નથી મૂક્યો. આથી લોકોનું એવું કહેવું છે કે, હાર્દિકે આવું જાણી જોઈએ કર્યું છે. કેમ કે હાર્દિક અને રોહિત વચ્ચે IPLને લઇ કડવાહટ દૂર નથી થઇ.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સની ટીમે રોહિત શર્માને કેપ્ટનમાંથી હટાવી હાર્દિક પંડ્યાને બનાવ્યો હતો. પરંતુ આ નિર્ણય MI માટે ઊંધો પડ્યો હતો. હાર્દિકનું કેપ્ટન બનવું ચાહકોને પણ પસંદ નહતું પડ્યું. દરમિયાન હાર્દિક દ્વારા રોહિત સહિત સમગ્ર MI પર ડોમિનન્સ જમાવવાનો પ્રયાસ થયો હતો. જે બિહેવ પણ ક્રિકેટ ચાહકોને પસંદ નહતું આવ્યું. મેચ દરમિયાન હાર્દિકનું હૂટિંગ પણ થતું હતું.
MIનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ ટુર્નામેન્ટમાં MI માત્ર 4 જ મેચ જીતી શક્યું હતું. મેચ વખતે ક્રિકેટ ચાહકો દ્વારા હાર્દિકને છપરી કહી હૂટિંગ પણ કરાયું હતું. હવે જ્યારે વર્લ્ડ કપ માટે ભારતની ટીમ ન્યૂયોર્ક પોંહચી છે ત્યારે ટીમની પ્રેક્ટિસ વખતે હાર્દિકની પોસ્ટમાંથી રોહિત ગાયબ જોવા મળતા ચર્ચાએ જોર પકડ્યું છે કે, હાર્દિક અને રોહિત વચ્ચે હજુ પણ બધું બરાબર નથી ચાલી રહ્યુ.
હાર્દિક પંડ્યા પર MIના કોચ માર્ક બાઉચરે કહ્યું હતું કે, "હાર્દિક જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે અનીચ્છીનીય છે. આ સમય હાર્દિકે શીખવાનો છે. અત્યારે સમય ભલે મુશ્કેલ ચાલી રહ્યો હોય પરંતુ તે પણ પસાર થઈ જશે, અને આ સ્થિતિ તેને ટીમનો મજબૂત લીડર બનાવશે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / BCCIએ રોહિત શર્માને આપી ખાસ ભેટ, કોહલી અને ધોનીને પણ મળી ચૂક્યું છે આ સન્માન
Priyankka Triveddi
IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.