બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / All gardens and nurseries in the city will be inspected by AMC officials for cannabis plants

નિર્ણય / VTV ના અહેવાલ બાદ આખરે જાગી AMC: હવે આખા શહેરમાં ક્યાંય ગાંજો ઊગ્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાશે

Mahadev Dave

Last Updated: 07:54 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગાંજાના છોડ મળવા મામલે VTV NEWSના અહેવાલ બાદ AMCના અધિકારીઓ દ્વારા શહેરના તમામ ગાર્ડન અને નર્સરીમાં ગાંજાના છોડ અંગે તપાસ કરાશે.

  • અમદાવાદમાં નર્સરીમાંથી ગાંજાના છોડ મળવા મામલે કાર્યવાહી
  • VTV NEWSના અહેવાલ બાદ જાગ્યા AMCના અધિકારીઓ
  • શહેરના તમામ ગાર્ડન અને નર્સરીમાં ગાંજાના છોડ અંગે થશે તપાસ

અમદાવાદમાં નર્સરીમાંથી ગાંજાના છોડ મળવા મામલે VTV NEWSમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને AMCના અધિકારીઓ દ્વારા શહેરના તમામ ગાર્ડન અને નર્સરીમાં ગાંજાના છોડ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. રિક્રિએશન કમિટીમાં ગાંજાના છોડ અંગે તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સબંધિત વિભાગ અધિકારીઓ દ્વારા અમદાવાદના તમામ ગાર્ડન અને નર્સરીમાં તપાસ હાથ ધરવામાં આવશે અને આ દરમિયાન નર્સરીમાંથી ગાંજાના છોડ ઊગ્યો હોય તો નર્સરીમાં ઉગેલા ગાંજાના છોડને દૂર કરવા માટે પણ સુચના આપી દેવામા આવી છે. રિક્રીએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ કહ્યું હતું.

નર્સરીમાં ગાંજાના 4થી 5 ફૂટ ઊંચા છોડ ઉગેલા જોવા મળ્યા

VTV ન્યૂઝની તપાસમાં રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા હતા. AMCની એક બાદ એક નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળતા AMCના ગાર્ડન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. નર્સરીમાં ગાંજાના 4થી 5 ફૂટ ઊંચા છોડ ઉગેલા જોવા મળ્યા હતા. શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા હતા. 

ગુજરાત યુનિવર્સિટીમાથી મળ્યા હતા ગાંજાના છોડ

તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. અહીંથી બે અલગ-અલગ છોડ મળી આવ્યા હતા. જેની ઉંચાઈ 6.5 ફૂટ અને 5.5 ફૂટ હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની સમાચાર પ્રકાશિત થતાં FSL અને પોલીસની ટીમ તપાસ અર્થે યુનિવર્સિટી કેમ્પસ દોડી ગઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

AMC VTV NEWSના અહેવાલ ahmedabad અમદાવાદ નર્સરીમાં ગાંજાના છોડની તપાસ રિક્રીએશન કમિટી Cannabis plants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ