બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / All 44 members out of Botad nagarpalika become superseed

કાર્યવાહી / બોટાદ નગરપાલિકા 'સુપરસીડ' થતા તમામે તમામ 44 સભ્યો થઇ ગયા ઘરભેગા, શું હતો સમગ્ર વિવાદ

Dhruv

Last Updated: 05:40 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ નગરપાલિકા 'સુપરસીડ' થતા તમામે તમામ 44 સભ્યો ઘરભેગા થઇ ગયા છે. નગરપાલિકામાં ચાલતા વિવાદ વચ્ચે સરકારે 'સુપરસીડ'ની નોટિસ ફટકારી હતી.

  • બોટાદ નગરપાલિકા 'સુપરસીડ' થતા 44 સભ્યો ઘરભેગાં
  • ન.પાલિકામાં ચાલતા વિવાદ વચ્ચે ફટકારાઇ હતી 'સુપરસીડ'ની નોટિસ
  • નોટિસનો જવાબ ન મળતા પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળ્યો

શહેરી વિકાસ અને ગૃહ વિભાગે બોટાદ નગરપાલિકાને 'સુપરસીડ'ની નોટિસ ફટકારી હતી. આથી, બોટાદ નગરપાલિકા 'સુપરસીડ' થતા તમામે તમામ 44 સભ્યો ઘરભેગા થઇ ગયા છે. સરકારની નોટિસનો જવાબ ન મળતા પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળી લીધો છે.

બોટાદ પાલિકાને 'સુપરસીડ' કરવા તમામ 44 સભ્યોને સરકારે નોટિસ ફટકારી હતી

ઉલ્લેખનીય છે કે, બોટાદ પાલિકાને 'સુપરસીડ' કરવા માટે તમામ 44 સભ્યોને સરકારે નોટિસ ફટકારી હતી. શહેરી વિકાસ અને ગૃહ વિભાગની પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી. વિકાસની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ નથી થતો. નગરજનો વિકાસની સુવિધાથી વંચિત રહેતા શહેરી વિકાસ અને ગૃહ વિભાગની પાલિકાના સભ્યોને નોટિસ ફટકારવામાં આવી હતી. સામાન્ય કામના નિકાલ માટે સભા પણ નથી બોલાવવામાં આવતી. કરવેરાની વસૂલાતમાં પાલિકા નિષ્ક્રિય થતા સરકારે આ નોટિસ પાઠવી હતી. પાલિકાના રોડ-રસ્તા, ગટરના કામ, સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિકની સમસ્યા અને પીવાના પાણી તેમજ સાફ સફાઇ સહિતની સુવિધાઓ આપવાથી પાલિકા વંચિત નિષ્ફળ રહી છે. આથી, નગરપાલિકાને 'સુપરસીડ' કરવા મામલે સરકારે નોટિસ ફટકારતા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

વધુમાં જણાવી દઇએ કે, દેશની પ્રથમ બોટાદ નગરપાલિકા ભાજપની બની હતી તે જ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને ગુજરાતમાં સરકાર પણ ભાજપની છતાં સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરાતા રાજકીય ગરમાવો આવ્યો છે. બોટાદ નગરપાલિકામાં છેલ્લા કેટલાંક દિવસોથી વિવાદ ચાલતો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સામે ભાજપના જ વિવિધ સમીતીના 22 સભ્યોએ સમિતીમાંથી રાજીનામા ધરી દેતા મામલો ગરમાયો હતો અને સમગ્ર મામલો કમલમમાં પહોંચ્યો હતો અને અંતે પ્રમુખને રાજીનામું અપાવ્યું હતું.

નોટિસનો જવાબ ન મળતા પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળ્યો

ત્યાર બાદ નવા પ્રમુખની ચૂંટણીને લઈને ભાજપે આપેલ મેન્ડેટની વિરુદ્ધમાં ભાજપના 18 સભ્યોએ બળવો કરી અલ્પાબેન સાબવાને પ્રમુખ સ્થાન મેળવતા નવો વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ બળવાખોર તમામ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા અને સરકાર દ્વારા આપેલ નોટીસનો જવાબ ન આપતા આખરે સરકારે બોટાદ નગરપાલિકાને સુપરસીડ જાહેર કરતા બોટાદના પ્રાંત અધિકારીએ નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો છે અને આવતા દિવસોમાં બોટાદના વિકાસના કામો કરવાનું જણાવ્યું હતું. આમ, બોટાદ નગરપાલિકા સુપરસીડ થતા નગરપાલિકાના 44 સભ્યો ઘર ભેગા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ