સંવાદ યાત્રા અલ્પેશ ઠાકોરના સાથી મિત્રોએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાધનપુર તાલુકાના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે અલ્પેશ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
આંદોલનને હાથો બનાવી રાજકારણમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોર પાસે કરોડોની સંપતી ક્યાંથી આવી? જેવા આરોપો સુરેશ ઠાકોરે લગાવ્યા છે.
અલ્પેશ ઠાકોરની સંપતિનો ચિતાર દર્શાવતા કારોબારી ચેરમેને સવાલો ઉઠાવ્યા છે કે અલ્પેશ ઠાકોરે આંદોલનના નામે માત્ર નાણા જ ભેગા કર્યા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે તેમની પાસે અમદાવાદમાં 5 કરોડનો બંગલો ક્યાંથી આવ્યો? 10 ગાડી ક્યાંથી આવી? અલ્પેશના પી.એ પાસે પણ 10 જેટલી ગાડીઓ છે તે ક્યાંથી આવી?
સુરેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને કારણે જ પાટણ જિલ્લા અને રાધનપુરમાં તાલુકા પંચાયત ગઈ છે. અલ્પેશ ઠાકોર આડતરી રીતે ભાજપ સાથે જોડાયેલો છે.