બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બાળક રડતાં જ પકડાવી દો છો ફોન? આદતનું આવશે ગંભીર પરિણામ, રિસર્ચ હોશ ઉડાવી દેશે
Last Updated: 06:07 PM, 14 February 2025
શું તમને ખબર છે કે તમારો મોબાઈલ જીવનનો ખૂબ જ અગત્યનો ભાગ બની ગયો છે, પરંતુ આ તમારા ઘરના નાના બાળકોને મૂંગા બનાવી શકે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના એક ડોક્ટર ચોંકાવનારી માહિતી આપતા કહ્યું છે કે મોબાઈલથી રમતા બાળકોમાં બોલવાની ક્ષમતા ઘટી રહી છે.
ADVERTISEMENT
પહેલા જલ્દી બોલતા હતા બાળકો
ADVERTISEMENT
પહેલા જે બાળકો 2 વર્ષની ઉંમરમાં બોલતા શરૂ કરી દેતા હતા, હવે તેઓ મોબાઈલના વધુ ઉપયોગના કારણે 5 થી 6 વર્ષ સુધી બોલવામાં મોડું કરતા હોય છે. તેમણે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે, જ્યાં 5 થી 6 વર્ષના બાળકોને મુશ્કેલી પડે છે. આનું સૌથી મોટું કારણ મોબાઈલ છે.
રડે છે બાળક તો મોબાઈલ આપી દે છે
આજકાલ માતા-પિતા બાળકોને સમય નથી આપી શકતા અને જ્યારે બાળક રડે છે તો તેને શાંત કરાવવા માટે મોબાઈલ પર ગીત કે કાર્ટૂન ચાલુ કરી દેતા હોય છે. આનાથી બાળક ચૂપ તો થઈ જાય છે, પરંતુ તે બોલવાનો કે જવાબ આપવાનો પ્રયત્ન નથી કરી શકતો. આ આદત ધીમે-ધીમે તેની ભાષા વિકાસમાં અડચણ નાખે છે.
વધુ વાંચો: સવાર-સવારમાં ચા-બિસ્કીટ સાથે ખાવાની છે આદત? તો ચેતી જજો, હેલ્થને થઇ રહ્યું છે નુકસાન!
ગત વર્ષોમાં વધી છે આવા બાળકોની સંખ્યા
ડોકટરો જણાવે છે કે છેલ્લા દોઢથી બે વર્ષોમાં AMU ના એજન મેડિકલ કોલેજમાં આવા 5 થી 6 વર્ષ સુધીના બાળકોની સંખ્યા ઘણી વધી છે, જે યોગ્ય રીતે નથી બોલી શકતા. તેમનું ઉચ્ચારણ પણ યોગ્ય નથી થઈ રહ્યું અને અમુક બાળકો તો બોલવા ઇચ્છતા હોય તો પણ નથી બોલી શકતા. જ્યારે આના પર ડોકટરોની ટીમે સ્ટડી કરી તો જાણવા મળ્યું કે જન્મ બાદથી જ બાળકોને મોબાઈલની લત આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.