બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / સુનિતા વિલિયમ્સને સ્પેસ સ્ટેશનમાં ભટકાયું એલિયન, વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો
Last Updated: 01:05 PM, 17 March 2025
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેસન પર એક એલિયન પણ છે? આ જેટલું સાચું છે તેટલું જ ખોટું પણ. ISS પર ફસાયેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત ધરતી પર લાવવા માટે નાસાનું ક્રૂ-10 મિશનના ચાર નવા અંતરિક્ષ યાત્રી રવિવારે સવારે જેવા સ્પેસ સ્ટેશન પહોંચ્યા તેમનું સ્વાગત એક એલિયન દ્વારા કરવામાં આવ્યું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
એલિયનના હોવા પર સંશોધન ચાલું
એલિયન છે કે નહી તે એક લાંબી ચર્ચાનો વિષય છે. જો કે હાલ તો તેના પર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ સ્પેસ સ્ટેશન પર જે એલિયન દેખાયું તે એલિયન નહી પરંતુ એક અંતરિક્ષ યાત્રી હતો. જે નાસા દ્વારા જ મોકલાયો હતો. 9 મહિનાથી ફસાઇ રહેલા અંતરિક્ષ યાત્રીઓને ખુશ કરવા માટે આ એલિયનનું મસ્ક પહેરીને એક હળવાશનું વાતાવરણ પેદા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : Gold Rate Today / ના હોય! સોનું ફરી સસ્તું થયું? જ્વેલર્સની દુકાને જતા પહેલા ચેક કરી લેજો આજના રેટ
હળવાશની પળો માણી
વીડિયોમાં જોઇ શકાય છે કે, એલિયન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહેલાથી જ હાજર રશિયન અંતરિક્ષ યાત્રી ઇવાન વેગનર છે. તેમણે એક એલિયનનું માસ્ક પહેરેલું છે. સાથે જ જે પ્રકારે તેમણે હુડી પેન્ટ અને મોજા પહેરેલા છે તેમનો લુક એકદમ એલિયન પ્રકારનો જ લાગી રહ્યો છે.
લાંબા સમયથી ફસાયેલા છે સુનિતા-વિલ્મોર
જ્યારે સ્પેસ સ્ટેશન પર 9 મહિના કરતા વધારે સમયથી ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માટે 10 દિવસમાં પરત આવવાનું કહીને 9 મહિના સુધી મામલો ટાળી દેવામાં આવ્યો તેમને પરત લાવવા માટે એક રેસક્યું મિશન મોકલવામાં આવ્યું. તે બધા જ વચ્ચે આ મજાક તેમના માટે પણ ખુબ જ હળવાશભર્યો અવિસ્મરણીય પળ આવી હતી.
વધુ વાંચો : એક્શન / અમેરિકાથી આવ્યા સૌથી મોટા સમાચાર, 200થી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કરાયા જેલભેગાં
29 કલાકની મુસાફરી બાદ પહોંચ્યું યાન
આ મજાકીયો સ્ટંટ સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન કૈપ્સુલના ફ્લોરિડમાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થયાના લગભગ 29 કલાકની યાત્રા બાદ આઇએસએસ પર પહોંચ્યાનાં તુરંત બાદ થયો. જેવી રીતે આઇએસએસ ચાલક દળને હેચ ખોલવાની તૈયારી કરી, વૈગનર નવા આવેલ અંતરિક્ષ યાત્રીઓ, એની મૈક્ક્લેન અને નિકોલ એયર્સ, તાકુયા ઓનિશી અને કિરિલ પેસકોવની સામે એલિયન બનીને આવ્યા હતા.
Well, an alien just boarded the I.S.S. (International Space Station). Nothing to see here. 😂
— Justin Sluss (@justinsluss) March 16, 2025
And, yes, this is real. It just aired on @NASA TV. pic.twitter.com/BH6mp7I6QH
એલિયનનાં કોસ્ચ્યુમમાં વૈનગર પહોંચ્યા
એલિયનનાં કોસ્ચ્યુમમાં વૈગનર આઇએસએસ ચાલક દળની સાથે સાથે તરતા જોવા મળ્યા. જેવા 4 નવા અંતરિક્ષ યાત્રી પહોંચ્યા, બધા જ હસી પડ્યા હતા. સુનિતા વિલિયમ્સે કહ્યું કે, આ એક અદ્ભુત દિવસ હતો. જેવા 4 નવા અંતરિક્ષ યાત્રી પહોંચ્યા હું ખુબ જ ખુશ થઇ ગઇ હતી. આ એક અદ્ભુત દિવસ હતો અમારા મિત્રોને આવતા જોઇને ખુબ જ સારુ લાગ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.