બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / alia bhatt said why should women hide their bra got angry on sexism comments

બોલિવૂડ / હું કેમ મારી બ્રા છુપાવું..? આ વાત પર ફૂટ્યો આલિયા ભટ્ટનો ગુસ્સો, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:09 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહી છે. હાલમાં તેણે સેક્સિઝમ પર વાત કરી અને જણાવ્યું કે સમાજ કેવી રીતે મહિલાઓને નિયમોમાં રહેવાની સલાહ આપે છે.

  • સેક્સિઝમની વાત પર ગુસ્સે થઈ આલિયા 
  • ફૂટ્યો આલિયા ભટ્ટનો ગુસ્સો
  • મહિલાઓને લઈને કહી આ વાત 

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પ્રેગ્નન્સીમાં પણ જોરદાર કામ કરી રહી છે. આલિયા તેની આગામી ફિલ્મ 'ડાર્લિંગ' માટે સખત મહેનત કરી રહી છે. તેની ફિલ્મ 'ડાર્લિંગ' આ મહિનાની 5મી તારીખે નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા આલિયા દરેક જગ્યાએ જઈને લોકોને પોતાની ફિલ્મ વિશે જણાવવા માંગે છે. 

આ કારણે અભિનેત્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તે ઈન્ટરવ્યુમાં તેણે પોતાના દિલની વાત કરી હતી. આલિયાએ જણાવ્યું કે તેની ફિલ્મ મહિલાઓની સમસ્યાઓ વિશે જણાવશે. તેમણે એમ પણ કહ્યું કે મહિલાઓને સમાજમાં ખૂબ દબાઈને રહેવું પડે છે. 

મહિલાઓને સાંભળવી પડે છે વાતો 
આલિયા ફિલ્મને લઈને ખૂબ પ્રચાર કરી રહી છે. હમણાં જ અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન અભદ્ર ટિપ્પણી અને આપત્તિજનક કમેન્ટ્સ પર તેના વિચારો વ્યક્ત કર્યા. તેણે જણાવ્યું કે મહિલાઓને કેવી રીતે જીવવું તેની સલાહ આપવામાં આવે છે. સમાજમાં મહિલાઓને કઈ રીતે ખોટી બાબતોનો સામનો કરવો પડે છે અને ઈન્ડસ્ટ્રીમાં પણ સેક્સિઝમ છે.

શા માટે છુપાવવી પડે બ્રા? 
આલિયાએ કહ્યું કે જ્યારે મહિલાઓને તેમની બ્રા છુપાવવા માટે કહેવામાં આવે છે ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. અભિનેત્રીએ કહ્યું શા માટે બ્રા છુપાવવી તે પણ કપડું છે. પરંતુ પુરુષોને તેમના અન્ડરગાર્મેન્ટ્સ છુપાવવા માટે કહેવામાં આવતું નથી. અભિનેત્રીએ કહ્યું કે મેં ઘણી વખત આપત્તિજનક કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે. 

જોકે મેં ત્યારે ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હું હવે આ બધા વિશે ઘણું વિચારું છું કારણ કે હું આ મુદ્દાથી વાકેફ છું. હવે મને સમજ આવે છે કે તે એક સેક્સિસ્ટ કમેન્ટ હતી. ક્યારેક મારા મિત્રો પણ મને કહે છે કે આટલું સેંસિટિવ ન બનો. શું તારા પીરિયડ્સ આવ્યા છે? ત્યારે હું કહું છું કે હું સેંસિટિવ નથી અને બીજું પણ કંઈ નથી. તમારો જન્મ પણ આ કારણે થયો છે કારણ કે સ્ત્રીઓને પીરિયડ્સ આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt bra sexism આલિયા ભટ્ટ alia bhatt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ