Team VTV09:21 PM, 09 Feb 23
| Updated: 01:28 AM, 10 Feb 23
શાહી અંદાજમાં થયેલા આ લગ્નમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. લગ્ન બાદ કિઆરા અને સિદ્ધાર્થે પ્રથમ તસવીર શેર કરા તમામ લોકો તેમને શુભેચ્છાઓ આપી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ સાત ફેબ્રુઆરીએ રાજસ્થાનના જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની લાંબા સમયથી ચર્ચા હતી. શાહી અંદાજમાં થયેલા આ લગ્નમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. લગ્ન બાદ કિઆરા અને સિદ્ધાર્થે પ્રથમ તસવીર શેર કરા તમામ લોકો તેમને શુભેચ્છાઓ આપી હતી.
સિદ્ધાર્થ અને કિઆરાને લગ્નની શુભેચ્છાઓ આપવામાં સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ રહેલી આલિયા ભટ્ટ પણ સામેલ છે. આલિયાએ લગ્નની તસવીર આવતા જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કિઆરા દ્વાર શેર કરવામાં આવેલી પ્રથમ તસવીર શેર કરી. જેના પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ જવાબ આપ્યો હતો. ઘણા ચાહકો સિદ્ધાર્થના જવાબની રાહ જોઈ રહ્યા હશે. સિદ્ધાર્થે આલિયાની પોસ્ટ પર લખ્યું, 'આભાર આલિયા.'
કિઆરાએ પણ આલિયાનો આભાર માન્યો હતો
આલિયા ભટ્ટની શુભેચ્છાઓનો જવાબ અભિનેત્રી કિઆરા આડવાણીએ પણ આપ્યો હતો. તેણે હાર્ટ ઈમોજી સાથે આલિયાનો આભાર માન્યો. લગ્નના બીજા દિવસે કિઆરા અને સિદ્ધાર્થે તેમના મિત્રોને અભિનંદન આપવા બદલ આભાર માન્યો હતો.
આજે દિલ્હીમાં ફેમિલી રિસેપ્શન
કિઆરા અડવાણી પોતાના સસુરાલમાં દિલ્હી પહોંચી ગઈ છે. લગ્નના બીજા દિવસે સિદ્ધાર્થ અને કિઆરા ચાર્ટેડ પ્લેન દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં સિદ્ધાર્થના ઘરે નવી દુલહ્ન કિઆરાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કિઆરા અને સિદ્ધાર્થ ઢોલ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આજે બંને સ્ટાર્સ દિલ્હીમાં નજીકના સંબંધીઓને રિસેપ્શન આપશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આમાં માત્ર સિદ્ધાર્થનો પરિવાર અને મિત્રો સામેલ હશે. રિપોર્ટ છે કે મુંબઈમાં 12 ફેબ્રુઆરીએ બોલિવૂડ માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.