બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફરીવાર ડીપફેકનો શિકાર બની આલિયા ભટ્ટ, Video જોઇ ફેન્સ દુ:ખી, કહ્યું 'આ ખતરનાક કહેવાય'

મનોરંજન / ફરીવાર ડીપફેકનો શિકાર બની આલિયા ભટ્ટ, Video જોઇ ફેન્સ દુ:ખી, કહ્યું 'આ ખતરનાક કહેવાય'

Last Updated: 10:47 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા આલિયાનો એક ડીપફેક વિડીયો વાયરલ થયો હતો. હવે ફરી એકવાર એઆઈ દ્વારા બનાવેલ અભિનેત્રીનો વધુ એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આલિયાના ફેન્સ આને લઈને ખૂબ નારાજ છે અને સોશિયલ મીડિયા પર સતત તેમના મંતવ્યો શેર કરી રહ્યા છે.

આ ટેકનોલોજીના જમાનામાં દુનિયા આધુનિક બની રહી છે. તો બીજી બાજુ ટેકનોલોજીનો દુરઉપયોગ ટેન્શન વધારી રહ્યું છે. આલિયા ભટ્ટે બોલિવૂડમાં ખૂબ જ નાની ઉંમરમાં એ ખ્યાતિ અને સ્થાન હાંસલ કર્યું છે, જે ઘણી અભિનેત્રીઓ વર્ષો પછી પણ હાંસલ કરી શકી નથી. આલિયાની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. તેના ચાહકો તેની ફિલ્મોની ઝલક મેળવવા આતુર હોય છે. આલિયા આજકાલ એટલી મોટી સ્ટાર બની ગઈ છે કે તેનો એક પણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ થોડીવારમાં વાયરલ થઈ જાય છે. પરંતુ તેના કેટલાક ફેન્સ અસલી અને નકલી વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. તેથી તેઓ પણ ડીપફેક વીડિયો પોસ્ટ કરે છે અને આ જ કારણ છે કે AI દ્વારા બનાવેલ આલિયાનો ફોટો અને વીડિયો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે. આલિયા સાથે ફરીથી આવી જ ઘટના બની છે. આલિયાનો ડીપફેક AI વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે તેના ફેન્સ ચિંતિત છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને સતત પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

આલિયા ભટ્ટના ચાહકો ચોંકી ગયા છે અને ચિંતિત છે, કારણ કે તેમની મનપસંદ અભિનેત્રી આલિયા ભટ્ટનો વધુ એક નવો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં આલિયાનો AI અવતાર 'Get ready with me' ટ્રેન્ડમાં ભાગ લેતો જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે 'અનફિક્સ ફેસ' નામથી શેર કર્યો છે અને અત્યાર સુધી આ વીડિયોને 17 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આલિયાના એક નહીં પરંતુ ઘણા AI ડીપફેક વીડિયો જોવા મળે છે.જો કે, ડીપફેક ક્લિપ વાયરલ થયા પછી તરત જ આલિયા ભટ્ટના ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. તેણે AI પર ચિંતા વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો શેર કર્યા.

Website_Ad_1200_1200_3.width-800

વધુ વાંચો : 'હું રાહ નહીં જોઈ શકું..' હાર્દિક પંડયા સાથે છૂટાછેડાની અફવા વચ્ચે નતાશાની ગૂપચૂપ પોસ્ટ, સૌ કોઈ હેરાન

આ સેલેબ્સ પણ AI ડીપફેકનો શિકાર બન્યા

આ પહેલીવાર નથી જ્યારે આલિયાનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોય. આ વર્ષે મે મહિનામાં આલિયાનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો, જેમાં તેનો ચહેરો અભિનેત્રી વામિકા ગબ્બીના ફિગર પર લગાવવામાં આવ્યો હતો. રશ્મિકા મંદાન્ના, કાજોલ અને કેટરિના કૈફ સહિત ઘણા કલાકારો ડીપફેકનો શિકાર બન્યા છે. આ વર્ષની શરૂઆતમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો એક ડીપફેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt AI video AIvideo deepfake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ