બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / alia batt got angry after reading something about herself i am a woman not a parcel

બોલિવૂડ / હું એક મહિલા છું, કોઈ પાર્સલ નહીં...: પ્રેગ્નેન્સી વિશે એવું શું થયું કે ભડકી ગઈ આલિયા

Arohi

Last Updated: 12:09 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ એકદમ કૂલ રહેતી હોય છે અને તેને હાલ જીવનની સૌથી સારી ખુશી મળી ગઈ છે. પરંતુ એવું શું થઈ ગયું કે આ વખતે આલિયાને આટલો ગુસ્સો આવી રહ્યો છે.

  • માતા બનવા જઈ રહી છે આલિયા 
  • પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા 
  • કહ્યું હું મહિલા છું પાર્સલ નહીં

આલિયા ભટ્ટ હાલ ખૂબ જ ખુશ છે આલિયાની જીવનની સૌથી મોટી ખુશી મળી છે. આલિયા માતા બનવા જઈ રહી છે. જ્યારે આલિયાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા ત્યારે મોટાભાગના લોકો તેના પર વિશ્વાસ ન હતા કરી રહ્યા. 

પરંતુ સાંજ સુધીમાં આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ. પરંતુ આ ખુશીના અવસર પર કોઈએ આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી વિશે કંઈક એવું કહ્યું કે આલિયા ગુસ્સે થઈ ગઈ અને પછી તેણે લાંબી પોસ્ટ કરી નાખી છે. 

હંમેશા કૂલ રહેનારી આલિયાને કેમ ગુસ્સો આવ્યો?
હવે સવાલ એ છે કે આલિયા ભટ્ટને ગુસ્સો કેમ આવ્યો? હકીકતે આલિયાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ થયા પછી, મીડિયામાં વિવિધ પ્રકારના સમાચાર આવવા લાગ્યા જેમાંથી એક મીડિયા હાઉસે લખ્યું કે રણબીર આલિયાને લેવા માટે યુકે જશે, જ્યાં આલિયા હોલીવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ વાંચીને જ આલિયાને ગુસ્સો આવ્યો. 

આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં આલિયાએ ગુસ્સામાં લખ્યું- આપણે હજુ પણ એવા કેટલાક લોકો વચ્ચે રહીએ છીએ જે જુનવાણી વિચાર ધરાવે છે. " કશું પણ ડિલે નથી થયું, કોઈએ મને લેવા આવવાની જરૂર નથી. હું એક સ્ત્રી છું, કોઈ પાર્સલ નથી. મને આરામની બિલકુલ જરૂર નથી, પણ એ જાણીને સારું લાગ્યું કે તમારી પાસે ડૉક્ટરનું પ્રમાણપત્ર પણ છે. આ 2022 છે, કૃપા કરીને આ જુના જમાનાના વિચારથી બહાર નીકળો."

 

આલિયાએ સોમવારે કરી પ્રેગ્નેન્સીની જાહેરાત
આલિયા ભટ્ટ થોડા સમય પહેલા હોલિવૂડ પ્રોજેક્ટના શૂટિંગ માટે વિદેશ જવા નીકળી હતી અને સોમવારે તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેથી તેના અન્ય પ્રોજેક્ટ વિશે ઘણી વાતો શરૂ થવા લાગી. હાલમાં વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો આલિયા હોલીવુડ ફિલ્મો સિવાય રોકી ઓર રાની કી લવ સ્ટોરી, ડાર્લિંગ્સ, જી લે જરામાં જોવા મળશે, જેનું શૂટિંગ હજી બાકી છે. ત્યાં જ તેણે બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Angry alia batt parcel  આલિયા ભટ્ટ alia bhatt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ