બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Alert The number of new variants of Corona crossed 40 in the Gujarat
Megha
Last Updated: 09:29 AM, 29 December 2023
ADVERTISEMENT
કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત 23 સુધી સીમિત હતો. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
ગુજરાતમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
વાંચવા જેવુ: આ છે કોરોનાના નવા વેરિઅન્ટનું સેફ્ટી કવચ: JN.1થી સુરક્ષિત રહેવું હોય તો આટલું જાણી લેજો, નહીં પડો બીમાર
હાલ ગુજરાતમાં કુલ 66 એક્ટિવ કોવિડ કેસ છે, જેમાંથી..
અમદાવાદ - 47
રાજકોટ - 10
ગાંધીનગર - 4
દાહોદ - 1
ગીર સોમનાથ - 1
કચ્છ - 1
મોરબી - 1
સાબરકાંઠા - 1
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સંખ્યાબંધ કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે.હાલ કોરોનાની ઘાતકતા ઘણી ઓછી છે પરંતુ ખાસ કરીને કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂર છે
'જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવી રહી છે'
તેમણે આ અંગે જણાવ્યું કે 4 હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ હાલ આઇસોલેશનમાં છે. દેશમાં JN.1ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે તેવામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોઝેટિવ રેટલ ખૂબ જ નીચો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.