બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Alert, Tantra Khadeepe 36 villages of Mahisagar river Anand district

ચોમાસું / મહીસાગર નદી બે કાંઠે, આણંદ જિલ્લાના 36 ગામો એલર્ટ, તંત્ર ખડેપગે

Vishal

Last Updated: 10:46 AM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. સતત ધોધમાર વરસાદતા રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આણંદ જિલ્લામાં મહીસાગર નદી હાલ બે કાંઠે વહી રહી છે. વરસાદને લઇ જિલ્લાના 36 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

મહીસાગર નદી ગાંડીતૂર છતાં ઉમરેઠ-આણંદના 6-6 અને બોરસદ-આંકલાવના 12-12 આગમોને એલર્ટ કરી દેવાયા છે. જ્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી 125.71 મીટર છે. જ્યારે ડેમમાં 46 હજાર 482 ક્યૂસેક પાણીની આવક થઇ છે. આણંદ જિલ્લામાં સિઝનનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. તો ધારા ગામના નીચાણવાળા વિસ્તારોમાં શેઢી નદીના પાણી ફરી વળતા ધોરા ગામમાંથી 100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં ભારે વરસાદ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિ સર્જાતા NDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahisagar river Monsoon Rain alert Monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ