Alert! Record-breaking cold will start in Gujarat from this days
આગાહી /
તૈયાર રહેજો ! આ તારીખથી ગુજરાતમાં ફરી વધશે ઠંડીનો ચમકારો , હવામાન વિભાગે કરી મોટી આગાહી
Team VTV03:28 PM, 09 Feb 22
| Updated: 03:28 PM, 09 Feb 22
છેલ્લા 3-4 દિવસથી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ઠંડીમાંથી આંશિક રાહત મળ્યા બાદ ફરી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી વધશે ઠંડીનો ચમકારો
પવનની દિશા બદલાતા ઠંડી વધશે
લધુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે
રાજ્યના વાતવરણને લઇ મહત્વના સમાચાર
ઠંડી માટે તૈયાર રહેજો... કારણ કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં પુનઃ ઠંડી વધવા આગાહી હવામાન વિભાગે કરવામાં આવી છે, હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હાલ ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફંકાઈ રહ્યાં છે. જેને લઈને આગામી 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. જેને લઈને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પુનઃ ચમકારો અનુભાય તેવી સંભાવના છે.
હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ વર્તાય છે
હવામાન વિભાગના જણાવ્યા અુસાર , હાલ લઘુત્તમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઉંચું જઇ રહ્યું છેજેને લઈને રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. જોકે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો યથાવત રહેતા હવે રાજ્યના લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. જેમા બપોરે ગરમી અને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.