Team VTV09:19 AM, 08 Jan 21
| Updated: 10:30 AM, 08 Jan 21
જો તમે કોઈ બેંક કે ફાયનાન્શિયલ કંપનીને ફોન કરવા જઈ રહ્યા છો તો તેના ટોલ ફ્રી નંબરની પૂરી જાણકારી તમારી પાસે હોય તે જરૂરી છે. તમારે બેંકના ટોલ ફ્રી નંબર પર તમારી પાસેની જાણકારી કોઈની સાથે શેર કરવી નહીં. જો તમે ભૂલથી પણ આવું કરો છો તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો.
RBI બેંક ગ્રાહકોને કર્યા સાવચેત
ટોલ ફ્રી નંબર પર ફોન કરતા રાખો સાવધાની
કોઈ પણ નંબર કે જાણકારી ન કરો શેર
RBIએ બેંકના ટોલ ફ્રી જેવા મોબાઈલ નંબરથી લઈને થતી દગાખોરીને લઈને ચેતવણી જાહેર કરી છે. આ સંબંધમાં ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને RBIના કેન્દ્રીય સાયબર સુરક્ષા અને આઈટી રિસ્ક ડિપાર્ટમેન્ટની તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરીને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે. આ એડવાઈઝરી અનુસાર સાઈબર અપરાધી બેંકના ટોલ ફ્રી નંબરના જેવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોકો સાથે દગાખોરી કરી રહ્યા છે. તો જાણો તેનાથી કઈ રીતે બચશો.
સાયબર અપરાધીઓ આ રીતે કરે છે દગો
RBI અનુસાર સાઈબર અપરાધી બેંકના ટોલ ફ્રી નંબરથી મળતા નંબરથી લઈને તેને ટ્રૂ કોલર જેવા એપ પર કોઈ પણ બેંક કે ફાયનાન્શિયલ કંપનીના નામે રજિસ્ટર કરાવી લે છે. જ્યારે તમે નંબરને ટ્રૂ કોલર પર ચેક કરો છો કે પછી તેની મદદથી કોલ કરો છો તો તમે તરત જ દગાખોરીનો શિકાર અજાણતા બની જાઓ છો. જે તમારા માટે મુશ્કેલ બને છે.
આ રીતે થાય છે દગો
સાયબર અપરાધી દગો કરવા માટે કોઈ બેંક કે ફાયનાન્શિયલ કંપનીના ટોલ ફ્રી નંબર 1800 123 1234 (આ નંબર ખોટો છે)ની સાથે મળતી સંખ્યા જેમ કે (800 123 1234) મેળવી લે છે. ત્યાર પછી તેને ટ્રૂ કોલર કે અન્ય કોઈ એપ્લીકેશન પર બેંક કે ફાયનાન્શિયલ કંપનીના નામે રજિસ્ટર્ડ કરાવી લે છે. એવામાં જો તમે બેંક કે ફાયનાન્શિયલ કંપની પર ટ્રૂ કોલરની મદદથી ફોન કરો છો તો અનેક વાર તે ફોન સાઈબર અધિકારીની પાસે લાગે છે અને તેઓ તમારી જાણકારી તમારી પાસેથી પ્રાપ્ત કરીને સાયબર ઘટનાઓેને અંજામ આપે છે.
આ રીતે બચો દગાખોરો
જ્યારે પણ તમને કોઈ બેંક કે ફાયનાન્શિયલ કંપનીને ફોન કરવા જઈ રહ્યા છો તો તેના ટોલ ફ્રી નંબરની સંપૂર્ણ જાણકારી તમારી પાસે હોય તે જરૂરી છે. તમે કોઈ પણ બેંકના ટોલ ફ્રી નંબર પર તમારી જાણકારી માંગવામાં આવે તો તેને ભૂલથી પણ શેર ન કરો.