દિલ્હીમાં માર્ચ મહિનામાં કોરોનાથી મરનાર 97 ટકા લોકોમાં ઓમિક્રોન હોવાનું આંકડાઓમાં છતું થયું છે.
દિલ્હીમાં વધી રહ્યાં છે કોરોના કેસ
કેજરીવાલ સરકારે ફરજિયાત કર્યું માસ્ક
કોરોનાથી મરનાર 97 ટકા લોકોમાં હતો ઓમિક્રોન
578 સેમ્પલોમાંથી 560માં ઓમિક્રોન જોવા મળ્યો
દેશમાં ફરી એકવાર કોરોના મહામારીએ દસ્તક દીધી હોવાનું જણાયું છે.બુધવારે દેશમાં કોરોનાના 2000 નવા કેસ નોંધાયા હતા. રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે બાદ બુધવારે કેજરીવાલ સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક ફરજિયાત કર્યાં હતા.
કોરોના સેમ્પલિંગમાં ચોંકાવનારી માહિતી સામે આવી
હવે કોરોના સેમ્પલિંગ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. સરકારી આંકડા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દિલ્હીમાં કોવિડથી થતા મૃત્યુના નમૂનાઓમાંથી 97 ટકા નમૂનાઓમાં કોરોનાવાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ હતો.
578 સેમ્પલોમાંથી 560માં ઓમિક્રોન જોવા મળ્યો
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના એકત્રિત કરાયેલા 578 નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગમાં બહાર આવ્યું છે કે તેમાંથી 560 માં ઓમિક્રોન વેરિઅન્ટ છે. બાકીના 18 (ત્રણ ટકા) માં ડેલ્ટા સહિત કોવિડ -19 ના અન્ય પ્રકારો હતા. ડેલ્ટા એ જ વેરિએન્ટ છે, જેણે ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બીજી લહેર જેવું વિકરાળ સ્વરૂપ દર્શાવ્યું હતું.
દિલ્હીમાં માસ્ક લગાવવું ફરજિયાત
દિલ્હીમાં હવે માસ્ક લગાવાનું ફરજિયાત થઈ ગયું છે. માસ્ક ન લગાવા પર 500 રૂપિયાનો દંડ આપવો પડશે. આ અગાઉ દિલ્હીમાં ફેસ માસ્ક ન પહેરવા પર દંડ હટાવી દીધો હતો. સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખવો પડશે. સાથે જ કોરોના રસીકરણ પર પણ ભાર આપવાની વાત કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાનો કોઈ વેરિયન્ટ નથી
ગંગાખેડકરે કહ્યું કે હાલમાં ભારતમાં કોઈ નવો વેરિયન્ટ સામે આવ્યો નથી.જે લોકો વૃદ્ધ છે, જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી, જેઓ અત્યાર સુધી સંક્રમિત થયા છે, તેમણે ફેસમાસ્ક પહેરવાનું યાદ રાખવું જોઈએ.
ભારતમાં કેસ વધતા ચોથી લહેરનો ડર પેદા થયો હતો
ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસ વધી રહ્યાં છે તેને કારણે ચોથી લહેર શરુ થઈ હોવાની ચિંતા છવાઈ હતી પરંતુ હવે દેશના મોટા ડોક્ટરે આ શક્યતા નકારી કાઢતા હાશકારો થયો છે.
ભારતમાં વધી રહ્યાં છે કોરોના કેસ
છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાના કેસો દિલ્હીની સ્કૂલોમાં પણ આવવા લાગ્યા છે. વધતા કેસોને જોઈને ડીડીએમએની બેઠક થઈ હતી. જેમાં દિલ્હીની સ્કૂલોને લઈને કહેવામા આવ્યું છે કે, સ્કૂલો ફરીથી બંધ કરવામાં નહીં આવે, સ્કૂલો માટે એક્સપર્ટ સાથે વાત કરીને SOP જાહેર થશે. સ્કૂલોને ચાલુ કરવા માટે વિસ્તૃત ગાઈડલાઈન ટૂંક સમયમાં જ જાહેર કરવામા આવશે. એટલે કે સ્કૂલો હવે સમગ્રપણે બંધ કરવામાં નહીં આવે. દિલ્હી સરકાર તેના પર ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરશે. આ બેઠકમાં બીજા પણ અન્ય નિર્ણયો કરવામાં આવ્યા છે.