બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આરોગ્ય / યુવાનોમાં વધી રહ્યું છે માથા અને ગળાના કેન્સરનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી સૌથી મોટું કારણ

સાવધાન / યુવાનોમાં વધી રહ્યું છે માથા અને ગળાના કેન્સરનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી સૌથી મોટું કારણ

Last Updated: 11:35 AM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ યુવાનોમાં હેડ અને નેક એટલે કે માથા અને ગળાના કેન્સરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જે એક ચિંતાનો વિષય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એપ્રિલને હેડ એન્ડ નેક જાગૃતતા મહિનો તરીકે ઉજવાય છે. ત્યારે ચાલો વિગતે જાણીએ આ કેન્સર વિશે.

આજકાલ યુવાનોમાં માથા અને ગળાનાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે જે ચિંતાનો વિષય બની ગયો છે. આને ધ્યાનમાં રાખીને એપ્રિલમાં હેડ એન્ડ નેક કેન્સર જાગૃતિ મહિનો ઉજવવામાં આવે છે. જેથી લોકોને આ કેન્સર વિશે જાગૃત કરી શકાય. આ વિશે એક્સપર્ટ ડૉક્ટર પાસેથી સમજીએ.

સૂતી વખતે સ્ક્રીનના ઉપયોગથી અનિંદ્રાનું જોખમ 60% વધે છે: અભ્યાસ

આ કેન્સર પાછળ ઘણા કારણો છે. જેમાંથી સૌથી મોટું કારણ તમાકુનું સેવન છે. બીડી, સિગારેટ, હુક્કો, ગુટખા, સોપારી કે ખૈની - આ બધી આદતો નાની ઉંમરે યુવાનોમાં કેન્સરનું કારણ બની રહી છે. આ ઉપરાંત દારૂ, હવા અને પાણીમાં પોલ્યુશન કે પછી ભેળસેળ વાળો ખોરાક અને ખાદ્ય પદાર્થો પણ કેન્સરનું જોખમ વધારે છે. મોડર્ન લાઈફસ્ટાઈલની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ, અનિયમિત ઊંઘ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ પણ આ રોગનું કારણ છે.

સરળ ભાષામાં એક્સપર્ટ પાસે સમજીએ

આ કેન્સર માથા અને ગળાના ભાગમાં થાય છે. આમાં મોં, જીભ, ગાલની અંદરની સ્કીન, ગળા, કાકડા, અવાજની નળી, ખોરાકની નળીનો ઉપરનો ભાગ, નાક, સાઇનસ અને આંખોની આસપાસના હાડકાંનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં થાઇરોઇડ અને પેરોટિડ ગ્રંથિનું કેન્સર પણ આમાં આવે છે. આ રોગ કોઈને પણ થઈ શકે છે પરંતુ તમાકુ અને દારૂનું સેવન કરનારાઓમાં આ રોગનું જોખમ વધુ હોય છે..

cancer

આ કેન્સરના શરૂઆતના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર કહે છે કે આમાં મોઢાના ચાંદા જે મટતા નથી, જીભ કે ગાલ પર ગાંઠ, અવાજમાં ફેરફાર, પ્રવાહી કે ફૂડ ગળવામાં મુશ્કેલી, ગળામાં દુખાવો, કાનમાં દુખાવો, ગરદનમાં સોજો, નાકમાંથી લોહી નીકળવું જેવા લક્ષણો જોવા મળી શકે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વહેલા નિદાનથી સારવાર સરળ બની શકે છે.

હેડ અને નેકના કેન્સરનું નિદાન કેવી થઈ શકે?

આ અંગે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો કોઈ ઘા રૂઝાઈ રહ્યો નથી તો બાયોપ્સી કરવામાં આવે છે. જેમાં અસરગ્રસ્ત ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે. સીટી સ્કેન, એમઆરઆઈ અથવા પીઈટી સ્કેન જેવા પરીક્ષણો કેન્સરનો તબક્કો અને તેનો શરીરમાં ફેલાવો કેટલો છે તે જાણવામાં મદદ કરે છે. 'લિક્વિડ બાયોપ્સી' નામની એક નવી ટેકનોલોજી પણ છે જેમાં લોહીના નમૂનાથી કેન્સર વિશે જાણકારી મેળવી શકાય છે.

વધુ વાંચો: ઘરે બેઠા ઓનલાઈન પાસપોર્ટ માટે કેવી રીતે કરવું એપ્લાઈ ? જાણો સમગ્ર પ્રક્રિયા

જો દર્દી તમાકુ કે દારૂ જેવી આદતો છોડે નહીં તો નિદાન પછી ક્યોર થાય બાદ પણ ફરી કેન્સર થઈ શકે છે. એડવાન્સ સ્ટેજ કેન્સરમાં ફરી થવાનું જોખમ વધારે હોય છે. દર્દીની રોગપ્રતિકારક શક્તિ પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે સારવાર પછી પણ દેખરેખ માટે લિક્વિડ બાયોપ્સી જેવી ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે. જેથી કેન્સર ઊથલો મારે એ પહેલા જ તેના વિશે જાણી શકાય. જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી એ આ રોગને રોકવાનો એકમાત્ર રસ્તો છે. યુવાનોએ ખરાબ ટેવોથી દૂર રહેવું પડશે અને સમય સમય પર પોતાની જાતનું પરીક્ષણ કરાવવું પડશે તો જ આને અટકાવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

head and neck cancer cancer health tips
Priyankka Triveddi
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ