બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 01:01 PM, 1 April 2021
ADVERTISEMENT
SBIના ગ્રાહકોને આજે કેટલીક બેન્કિંગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેન્કે આ વિશેની માહીતી ટ્વિટ કરીને આપી છે.
ADVERTISEMENT
SBIએ પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને કહ્યું કે આજે SBIના ગ્રાહકોને અસુવિધા થઇ શકે છે કારણકે SBI પોતાના ઇન્ટરનેટ બેન્કિંગને અપડેટ કરી રહ્યાં છે. જેથી વધારે સારુ ઓનલાઇન બેન્કિંગ પ્લેટફોર્મ ગ્રાહકોને આપી શકે છે.
We request our esteemed customers to bear with us as we upgrade our internet banking platform to provide a better online banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/Ho8wjPIezW
— State Bank of India (@TheOfficialSBI) March 31, 2021
બેન્કની સર્વિસ જેમ કે INB, Yono, Yono lite વગેરેમાં તમને અસુવિધા થઇ શકે છે. માનનીય ગ્રાહકોને અમારી સાથે રહેવાની વિનંતી કરીએ છીએ.
SBIના ટ્વિટ અનુસાર આ સેવા 1 એપ્રિલ બપોરે 2.10થી 5.40 સુધી બંધ રહેશે. SBI દેશની સૌથી મોટી સરકારી બેન્ક છે. જેના પર ગ્રાહકોને ખુબ વિશ્વાસ છે. બેન્કે લોકોને પહેલાથી જ સજાગ કરી દીધા છે જેના કારણે કોઇ ફ્રોડ આ માહીતીનો લાભ લઇને લોકો સાથે છેતરપિંડી ન કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.