અલર્ટ / આ કામ નહીં કરો તો 1 જાન્યુઆરીથી બંધ થઈ શકે છે તમારું પેન્શન, EPFOએ કર્યા અલર્ટ

Alert EPFO asks provident fund pensioners to submit life certificate

એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના પેન્શનધારકોને એલર્ટ કરી દીધા છે. 30 નવેમ્બર સુધીમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા ન કરનાર કર્મચારીઓની પેન્શન બંધ થઈ શકે છે. જેથી નવેમ્બર મહિના અંત સુધી કોઈપણ EPFO ઓફિસમાં તમારું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દો. ઉપરાંત જે બેન્ક ખાતામાં તમારું પેન્શન આવે છે તે બ્રાન્ચમાં પણ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. જો તમે આ પ્રમાણપત્ર સબમિટ નહીં કરો, તો તમારું પેન્શન આવતા વર્ષે જાન્યુઆરીથી બંધ થઈ શકે છે. જીવન પ્રમાણપત્ર જમા કર્યા પછી પેન્શન ફરીથી શરૂ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ