બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / એલર્ટ ! જંક ફૂડ ખાવાનું રિઝલ્ટ આવી ગયું, યુવાનોમાં 3 મોટી બીમારી થવા લાગી, કેસો વધ્યાં

હેલ્થ / એલર્ટ ! જંક ફૂડ ખાવાનું રિઝલ્ટ આવી ગયું, યુવાનોમાં 3 મોટી બીમારી થવા લાગી, કેસો વધ્યાં

Last Updated: 06:40 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જંકફૂડના સેવન અને બદલાતી જીવન શૈલીની અસર યુવાનોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. મેડિકલ ક્ષેત્રના તબીબોનું કહેવું છે કે યુવાઓમાં મસા, ભગંદર, પાઇલ્સ સહિતની બિમારીઓ જોવા મળી રહી છે.

જંક ફૂડના સેવન અને નિષ્ક્રિય જીવનશૈલીના કારણે 18 થી 25 વર્ષની વયના યુવાનોમાં દર્દનાક પાઈલ્સ, ફિસ્ટુલા અને ફિશરના કેસ વધી રહ્યા છે. બવાસીર અને ફિશરથી પીડાતા લોકોને ગુદા માર્ગ આસપાસ દુખાવો અથવા સોજો આવી શકે છે. જેના કારણે મળત્યાગમાં મુશ્કેલી પડે છે. તેને કારણે ખંજવાળ, બળતરા, ગુદામાર્ગમાંથી રક્તસ્ત્રાવ અને બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફિસ્ટુલા એ ગુદાની નજીક એક અસામાન્ય છીદ્ર હોય છે જે ગુદા નળીની અંદરથી જોડાય છે.

આ સામાન્ય રીતે ઇજા, શસ્ત્રક્રિયા, ચેપ અથવા ગુદા ગ્રંથીઓની બળતરા જેવા પરિબળોને કારણે થાય છે. તેના મુખ્ય લક્ષણો ગુદા વિસ્તારમાં દુખાવો, સોજો, ગુદાની આસપાસની ત્વચામાં બળતરા, રક્તસ્રાવ અને આંતરડાની હિલચાલ દરમિયાન અગવડતા છે. એપોલો સ્પેક્ટ્રા મુંબઈના જનરલ સર્જન લેકિન વીરાએ આઈએએનએસને જણાવ્યું હતું કે, “મસા ત્યારે થાય છે જ્યારે ગુદાની અંદર અને બહારની નસો ફૂલી જાય અને મોટી થઈ જાય છે.

junk-food fast food.jpg

આ સ્થિતિ હવે સ્થૂળતા, ગર્ભાવસ્થા, ઓછા ફાઇબર ખોરાક, કબજિયાત, ઝાડા, ભારેવસ્તુ ઉપાડવી અને મળત્યાગ દરમિયાન 25થી 55 વર્ષના વયસ્કોમાં જોવા મળી છે. આ સમસ્યા કબજિયાત અને અલ્સેરેટિવ કોલાઇટિસને કારણે થાય છે.

સર્જન લેકિન વીરાએ જણાવ્યું હતું કે, "છેલ્લા 2-3 મહિનામાં લગભગ 50 દર્દીઓ પાઇલ્સ અને ફિસ્ટુલાની ફરિયાદો સાથે અમારી પાસે આવ્યા છે." ફિશર દર્દીઓની સંખ્યા 80 થી વધુ છે. લગભગ 60 ટકા પુરુષો અને 40 ટકા સ્ત્રીઓ ભગંદર અને પાઈલ્સથી પીડાય છે. જ્યારે 70 ટકા સ્ત્રીઓ અને 30 ટકા પુરૂષો ફિશરથી પીડાય છે, ડૉક્ટરે કહ્યું, "પહેલાં વર્ષોની સરખામણીએ આ સ્થિતિમાં એકંદરે 10 ટકાથી વધુનો વધારો થયો છે. જંકફૂડના સેવનને કારણે 18 વર્ષથી 25 વર્ષની વયના લોકોમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે.

Website Ad 3 1200_628

ઝિનોવા શાલ્બી હોસ્પિટલના લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન હેમંત પટેલે IANSને જણાવ્યું હતું કે, "યુવાનોમાં પાઈલ્સ, ફિસ્ટુલા અને ફિશરના કેસો વધી રહ્યા છે. તેમાંના મોટાભાગના પુરુષો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે."તેણે કહ્યું કે તે દરરોજ આવી સ્થિતિવાળા 5-6 દર્દીઓને જુએ છે.

વધુ વાંચોઃ ગ્લોઈંગ સ્કિન માટે ડાયેટમાં સામેલ કરો વિટામીન C થી ભરપૂર આ ફૂડ્સ, તમારી ત્વચા ચમકશે

આરોગ્ય નિષ્ણાતોના મતે સંતુલિત આહાર લેવો, દરરોજ કસરત કરવી, આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરીને કબજિયાત અટકાવવી, પૂરતું પાણી પીવું, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન બંધ કરી આ સ્થિતીને રોકવામાં અને ઘટાડવામાં મદદ કરી શકે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junk food effects Pregnancy piles problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ