વલસાડ / લક્ઝુરિયસ ગાડીમાં દારૂની હેરાફેરી, LCB એ દારૂ સાથે શખ્સની કરી ધરપકડ

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી છે. ત્યારે વલસાડમાં LCBએ બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 74 હજારના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ LCBને બાતમી મળતાં વાલીના ચલા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક લકઝ્યુરિસ કાર પર શંકા જતા પોલીસકર્મીઓએ તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને વિદેશી દારૂનો 74 હજારની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ