Team VTV02:50 PM, 02 Jun 19
| Updated: 02:57 PM, 02 Jun 19
રાજ્યમાં દારૂબંધી હોવાછતા બુટલેગરો બેફામ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાંથી પોલીસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનની સરહદ પાસે હોવાથી બનાસકાંઠાના બુટલેગરો નવા-નવા કિમીયા અપનાવીને દારૂની હેરાફેરી કરે છે. જેની જાણ LCB પોલીસને થત અધિકારીઓ વોચ ગોઠવી રાખી હતી.
આ દરમિયાન ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી અમૂલ દૂધના ટ્રકમાં દૂધના કેરેટમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે પોલીસે 7 આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે કુલ સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.