બેદરકાર / અમદાવાદમાં ડ્રોનવાળી પોલીસ ક્યાં? લૉકડાઉનમાં બધુ બંધ પરંતુ દારૂ મળે, CCTVમાં દ્રશ્યો થયા કેદ

Alcohol is openly sold in Ahmedabad, scenes captured on CCTV

મેઘાણીનગર વિસ્તારમાં પોલીસ જ બુટલેગરોને દારુની ખેપમાં મદદ કરી રહી હોવાના આક્ષેપ કરતી એક અરજી થઈ છે. જેમાં મેઘાણીનગરમાં બુટલેગરો કોઈના પણ ડર વગર બેફામ દારુની હેરાફેરી કરી રહ્યા છે. તેવા સીસીટીવી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. બુટલેગરો પોલીસના નાક નીચે નાના મોટા વાહનોમાં દારુ પહોંચાડી રહ્યા છે એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સીસીટીવીના પુરાવાના આધારે એક અરજી અસારવા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ સમિતિ રામુભાઈ પટણીએ ઝોન-4 ડીસીપી ઓફિસમાં કરી છે. જેમાં તેમણે બુટલેગરો અને પોલીસ પર અનેક આક્ષેપ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ