બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 PM, 16 January 2025
ઈટાલીની પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની આજે 16 જાન્યુઆરીએ પોતાનો 48મો જન્મદિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT
આ દરમિયાન અલ્બેનિયાના પ્રધાનમંત્રી એડી રામએ તેમણે અલગ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી છે. એડી રામએ ઘૂંટણ પર બેસીને તેમણે જન્મદિવસની શુભેચ્છા આપી. એટલું જ નહીં તેમણે મેલોની માટે તાંતી ઔગુરી (હેપ્પી બર્થ ડે) ગીત પણ ગાયું. આ બાદ તેમણે સ્કાર્ફ ગિફ્ટ આપ્યો.
🇦🇱🇮🇹 Albanian PM Edi Rama knelt before Italian PM Giorgia Meloni during their visit to Abu Dhabi, presenting her with a scarf as a birthday gift and referring to her as "Your Majesty".
— kos_data (@kos_data) January 15, 2025
He also tried to place the scarf over her head like a hijab. pic.twitter.com/QSqEuuBexM
ADVERTISEMENT
ઈટાલીના ડિઝાઈનરે તૈયાર કર્યો સ્કાર્ફ
તેમણે પોતાના હાથોથી મેલોનીને સ્કાર્ફ પહેરાવ્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોએ તાલીઓ પાળી. તેમણે મેલોનીને વધુમાં કહ્યું કે આ સ્કાર્ફ ઈટાલીના ડિઝાઇનરે જ તૈયાર કર્યો છે.
બંને નેતાઓની વિચારધારા છે અલગ
જણાવી દઈએ કે અલ્બેનિયાના પ્રધાનમંત્રી એડી રામા અને ઈટાલીની પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની વચ્ચે અલગ-અલગ રાજનીતિક વિચારધારાઓ હોવા છતાં સારા વ્યાપારી સંબંધ છે. મેલોની દક્ષિણપંથી વિચારધાર ધરાવે છે. ત્યારે રામા આલ્બનીયાની સોશ્યલિસ્ટ પાર્ટીનું નેતૃત્વ કરે છે.
છેલ્લા વર્ષે બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો, જે હેઠળ ઇટલી દ્વારા દરિયામાં પકડાયેલા અમુક પ્રવાસીઓને અલ્બેનિયાના અટકાયત કેન્દ્રોમાં મોકલવામાં આવશે.
વધુ વાંચો: સૈફ અલી ખાન હુમલા કેસમાં કૂદયું પાકિસ્તાન, હિન્દુ-મુસ્લિમ રંગ આપવાની કોશિશ, પૂર્વ મંત્રીની કરતૂત
જણાવી દઈએ કે બુધવારે શિખર સમ્મેલનમાં ઈટાલી, અલ્બેનિયા અને સંયુક્ત અમીરાતે એડ્રિયાટિક સાગરમાં નવીકરણીય ઊર્જા માટે સમુદ્રના નીચેના ઇન્ટરેક્શન બનાવવામાં ઓછામાં ઓછા 1 અરબ ડોલરના કરાર પર સહી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.