જમ્મૂ-કશ્મીરના કુલગામમાં બુરહાન વાનીના સાથી સહિત બે આતંકીઓનો ખાતમો

By : krupamehta 09:23 AM, 13 January 2019 | Updated : 09:23 AM, 13 January 2019
નવી દિલ્હી: જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સેના, પોલીસ અને સીઆર.પી.એફ.ના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓનો સફાયો બોલાવ્યો છે. 

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સુરક્ષાબળને દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળી હતી. જે બાદ સુરક્ષાબળ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો અને આતંકીઓનો ખાતમો બોલાવ્યો. જ્યારે સુરક્ષાબળ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતુ તે સમયે આતંકીઓએ સુરક્ષાબળ પર ફાયરિંગ કર્યું. 

સુરક્ષાબળે આતંકીઓને સરન્ડર માટે તક પણ આપી. પરંતુ આતંકીઓ દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં સુરક્ષાબળે આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.  મળતી માહિતી અનુસાર ઠાર મરાયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ જીનત ઉલ ઈસ્લામ અને શકીલ અહમદ ડાર તરીકે સામે આવી છે. જીનત ઉલ ઈસ્લામને 2016માં ઠાર મરાયેલા હિજબુલ કમાંડર બુરહાન વાનીનો સાથી માનવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તે IED બ્લાસ્ટનો એક્સપર્ટ પણ હતો. આતંકી જીનત ઉલ ઈસ્લામ પર રૂપિયા બાર લાખનું પણ ઈનામ હતું. એ પ્લસ પ્લસ કેટેગરીનો આ આતંકી હતો.

નોંધનીય છે કે ઘાટીમાં ભારતીય સુરક્ષા એજન્સીઓના ચલાવવામાં આવેલા 'ઓપરેશન ઓલ આઉટ' હેઠળ વર્ષ 2018માં સુરક્ષાબળો દ્વારા 262 આંતકીઓનો ઢેર કરવામાં આવ્યો છે. આ આંકડો 31 ડિસેમ્બર 2018 સુધીનો છે. Recent Story

Popular Story