બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:05 PM, 3 May 2022
ADVERTISEMENT
ભારતમાં મંગળવારે એક સાથે ઈદ અને અખાત્રીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અખાત્રીજ પર સોનું, ડાયમંડ અથવા દાગીના ખરીદવાની પરંપરા છે. જોકે સોનું હોય કે ડાયમંડ તેને ખરીદતા પહેલા અમુક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી ભારે નુકસાનથી બચી શકાય છે.
ADVERTISEMENT
બિલમાં જરૂર એડ કરાવો હોલમાર્કનો નંબર
સોનુ ખરીદતા પહેલા હોલમાર્ક જરૂર ચેક કરી લેવો જોઈએ. હોલમાર્કથી સોનાની શુદ્ધતાની જાણકારી મળે છે. 18થી 22 કેરેટ સુધીની જ્વેલરી વેચાય છે. 22 કેરેટમાં 92% સોનું અને 18 કેરેટમાં 75% સોનું હોય છે. 24 કેરેટ સોનું એકદમ સુદ્ધ હોય છે જે એટલું નરમ હોય છે કે તેના દાગીના નથી બનતા તેને આકાર આપવા માટે તેમાં તાંબુ ચાંદી કે અન્ય કોઈ ધાતુ મિક્ષ કરવામાં આવે છે. સોનું ખરીદ્યા પહેલા તેનો હોલમાર્ક ચેક કરી તેને બીલમાં એડ કરાવવું ખૂબ જરૂરી છે.
દાગીનામાં ભરેલા મીણથી થાય છે નુકસાન
ગ્રાહકોને સૌથી વધારે નુકસાન દાગીનામાં ભરેલા મીણ અને લાખના કારણે થાય છે. જ્યાંરે ગ્રાહક સોનું ખરીદે છે ત્યારે તે આ મિક્ષ કરેલી વસ્તુઓને પણ સોનાના ભાવમાં લઈ લે છે અને જ્યારે તે વેચવામાં આવે છે તો જ્વેલર તેમને કાઢીને તેના ભાવ લગાવે છે. મંગળસૂત્ર કે કોઈ અન્ય ડિઝાઈન જે ફુલેલી હોય તેને આકાર આપવા તેમાં અંદર મીણ ભરવામાં આવે છે. સોનું ખરીદતી વખતે તેના પૈસા ગણવામાં આવે છે પરંતુ જ્યારે વેચવામાં આવે ત્યારે સોનુ તેના વજનને બાદ કરીને તેને ખરીદે છે. માટે તમને તેમાં 10થી 30 ટકાનું નુકસાન થઈ શકે છે.
સોનાના ભાવમાં ન ખરીદો રત્નો
જ્વેલરીમાં લગાવવામાં આવતા રત્નો અથવા તો ડાયમંડ તમારી સુંદરતા તો વધારે છે પરંતુ તે સોનાવના ઘરેણાનું વજન પણ વધારે છે. સોનાના ટોપ્સ અને વીંટીમાં આવા ભારે રત્નોનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ તમેન કાનના ટોપ્સ કે આવું કોઈ ઘરેણુ ખરીદો જેમાં રત્ન છે તો દુકાનદારને તેનું અલગથી વજન જણાવવા માટે કહો. આ અમેરિકન ડાયમંડનો ભાવ ઓછો હોય છે તેને સોનાના ભાવમાં ન ખરીદો.
ડાયમંડ ખરીદકી વખતે આ વાતોનું રાખો ધ્યાન
હીરો હંમેશા 0.9 કેરેટ, 1.9 કેરેટ વગેરેના હિસાબથી જ લેવો જોઈએ. 1 કેટેરના હીરા અને 0.9 કેટેરના હિરાની કિંમતમાં 50 હજાર રૂપિયા સુધીનું અંતર આવી શકે છે. જ્યારે જોવામાં કોઈ ફેર નથી લગતો. જે પ્રકારે ગોલ્ડમાં હોલમાર્ક હોય છે જેવી જ રીતે હીરા GIA સર્ટિફાઈડ હોય છે. જેમાં તેના કટ અને રંગના હિસાબથી Dથી Z સુધી માર્કિંગ થાય છે. આ માર્કિંગ લેઝરની મદદથી બનાવવામાં આવે છે. જેને તમે GIAની વેબસાઈટ પર જઈને કન્ફર્મ કરી શકો છો.
આટલો સસ્તો હોય છે લેબગ્રોન હીરો
જો તમે ઓછા બજેટમાં હીરો ખરીદવા માંગો છો તો લેબ ગ્રોન હીરો ખરીદી શકો છો. આ હીરો બનાવવા માટે તેને એક સીડ ડાયમંડ મેકિંગ મશીનમાં નાખવામાં આવે છે. કાર્બનથી તેને ઢાકવામાં આવે છે. પછી તે પરિસ્થિતિઓને કૃત્રિમ રૂપથી તૈયાર કરવામાં આવે છે. જેમાં નૈસર્ગિક રીતે હીરો બને છે. ફક્ત તેમને બનવા માટે લાખો વર્ષની રાહ નથી જોવી પડતી. સામાન્ય રીતે જોવામાં આવે તો તેમાં અને નૈસર્ગિક હિરામાં કોઈ ફેર નથી હોતો. ફક્ત નિષ્ણાંતો જ લેબમાં તપાસ કરીને જણાવી શકે છે કે હીરો નેચરવ છે કે લેબ ગ્રોન. આ હીરો નેચરલ હિરાની તુલનામાં 30% કિંમત પર મળે છે.
ખિસ્સા પર ભારે પડે છે મીનાકારી
મીનાકારીથી સોનાના ઘરેણા વધારે સુંદર દેખાય છે. પરંતુ મીનાકારી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. મીનાકારી કરતી વખતે જે રંગનો ઉપયોગ કરવામાં આવે છે તેનું વજન પણ તમે સોનાના ભાવમાં ખરીદી લો છો. સામાન્ય રીતે આ વજન 5થી 12 ટકા સુધીનું હોય છે. જેની કિંમત ઘરેણા વેચતા અથવા બદલતી વખતે પરત નથી મળતા. ઘરેણા ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખઓ કે તેમાં વધારે મીનાકારી ન કરવામાં આવી હોય.
આ ઉપરાંત ઘરેણાના મેકિંગ ચાર્જીસ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. સામાન્ય રીતે તે કુલ વેલ્યુના 10 ટકા હોય છે. વાસ્તવમાં જ્વેલર્સની અસલી કમાણી આજ હોય છે. માટે તેમાં ન છેતરાતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.