અક્ષય તૃતીયા 2018: આ દિવસે ખરીદી કરો માત્ર આ ચીજની,થશે ફાયદો

By : kavan 10:14 PM, 10 April 2018 | Updated : 10:14 PM, 10 April 2018
અક્ષય તૃતીયા આગામી 18 એપ્રિલે છે, આ દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પૂર્ણ કરી ઘરની સાફ-સફાઈ કરવી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવી. 

જાણીતા જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે અક્ષય તૃતીયાના શુભ દિવસે કેટલીક ચીજ વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ છે. તેમના જણાવ્યા પ્રમાણે સોનાની ખરીદી કરવી ખૂબ લાભકારક છે, જો શક્ય હોય તો એક ગ્રામ સોનાની ખરીદી કરવી જોઇએ.- અક્ષય તૃતીયાના દિવસે ઘરવખરી પણ ખરીદવી શુભ માનવામાં આવે છે,જેમ કે તમે કોઇ વાસણ અથવા અન્ય કોઇ રોજ-બરોજ ઉપયોગમાં આવતી ચીજ.- આ દિવસે કોઇ સારા કાર્યની શરૂઆત પણ કરવામાં આવે તો તે કાર્યમાં સફળતા જરૂર પ્રાપ્ત થાય છે. જેમકે કોઇ ઘરનું નિર્માણ કરવું કે પછી અન્ય કોઇ નવા કાર્યની શરૂઆત કરવી.- આ દિવસ ખૂબ જ લાભદાયી હોવાથી કોઇપણ વાહનની ખરીદી પણ કરી શકાય છે. Recent Story

Popular Story