બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / akshay kumar surrounded by sharing the teaser of his marathi film users

બોલિવુડ / મરાઠી ફિલ્મનું ટીઝર શેર કરતા અક્ષય કુમાર બરાબર ફસાયો, યુઝર્સે કર્યો ટ્રોલ, કહ્યું 'બસ કર ભાઇ'

Premal

Last Updated: 04:31 PM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે પોતાની એક ફિલ્મને લઇને અક્ષય કુમાર ટીકાકારોના નિશાને આવી ગયા છે. યુઝર્સ તેમની ટીકા કરતા કહી રહ્યાં છે કે અક્ષય કુમારે પોતાના અભિનય પર ધ્યાન આપવાની જરૂર છે. આવો જાણીએ એવી કઈ ફિલ્મ છે, જેને લઇને અક્ષય કુમારની ટીકા થઇ રહી છે.

  • હવે આ ફિલ્મને લઇને અક્ષય કુમાર ટીકાકારોના નિશાને આવ્યાં
  • અક્ષય કુમારે પોતાના અભિનય પર ધ્યાન આપવાની જરૂર: ટીકાકારો
  • અક્ષય બિલ્કુલ પણ શિવાજી મહારાજ જેવા લાગતા નથી

આ ફિલ્મના ટીઝરને જોઇને ભડક્યા યુઝર્સ 

અભિનેતા અક્ષય કુમારે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે જણાવ્યું કે હવે તેઓ મરાઠી ફિલ્મમાં પ્રવેશ કરી રહ્યાં છે. નિર્દેશક મહેશ માંજરેકરની મલ્ટીસ્ટારર ફિલ્મ વેડાત મરાઠે વીર દૌડલે સાતમાં અભિનેતા અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજનો રોલ નિભાવતા દેખાશે. થોડા દિવસો પહેલા જ્યારે અક્ષય કુમારે પોતાની આ ફિલ્મનુ ટીઝર મુક્યુ તો તેમની ખૂબ ટીકા થવા માડી. અક્ષય કુમારની ટીઝરમાં એક નહીં, પરંતુ અનેક કારણોસર ટીકા થઇ રહી છે. 

યુઝર્સે અક્ષય કુમારના લુક અને એક્ટિંગની કરી ટીકા

ઘણા લોકો અભિનેતાને તેમના લુક અને એેક્ટિંગ માટે ટીકા કરી રહ્યાં છે. યુઝર્સનુ કહેવુ છે કે અક્ષય બિલ્કુલ પણ શિવાજી મહારાજ જેવા લાગતા નથી અને તેમની એક્ટિંગમાં પણ કોઈ દમ નથી. આ ઉપરાંત અભિનેતાએ જે ટીઝર શેર કર્યુ છે, તેમાં અક્ષયની પાછળ ઝુમર દેખાઈ રહ્યાં છે. આ ઝૂમરમાં લાઈકના ડઝન ચાલુ બલ્બ હોલ્ડર્સમાં લગાવેલા જોવા મળી રહ્યાં છે. જેને લઇને ટીકા કરતા યુઝર્સ પૂછી રહ્યાં છે કે તે સમયમાં બલ્બની શોધ પણ નહોતી થઇ તો તમે આ ઝૂમરમાં બલ્બ ક્યાથી લઇ આવ્યાં. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

યુઝર્સે આપી પ્રતિક્રિયા 

સોશિયલ મીડિયામાં આ બધા કારણોને લીધે અક્ષય કુમારની ટીકા થઇ રહી છે. યુઝર્સનુ કહેવુ છે કે જે રીતે તેમની બાકી ફિલ્મો ફ્લોપ થઇ રહી છે, એ જ રીતે તેમની આ ફિલ્મ પણ ફ્લોપ થશે. ફિલ્મ ફ્લોપ થાય છે અથવા બ્લોક બસ્ટર. એ તો આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ જે રીતે ટીઝર જોઇને યુઝર્સનો ગુસ્સો બહાર આવી રહ્યો છે તેને જોઇને એવુ લાગી રહ્યું છે કે ફિલ્મ કોઈ ખાસ કમાલ નહીં કરી શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Vedat Marathe Veer Daudle Saat અક્ષય કુમાર Marathi Film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ