બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:27 PM, 10 August 2024
બોલિવૂડની શાનદાર ફિલ્મ તિરંગાને લઈને એક સમાચાર વહેતા થયા હતા. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમારે નાના પાટેકર અને રાજ કુમારની તિરંગાની રિમેક સાઈન કરી છે. જેનું નિર્માણ નરેન્દ્ર હિરાવત કરશે. પરંતુ આ સમાચાર અડધા છે. તેનો અર્થ એ કે આ સમાચારોમાં માત્ર થોડું સત્ય છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો..
ADVERTISEMENT
એક ખાનગી ચેનલે આ સમાચારોની સત્યતા જાણવા માટે નરેન્દ્ર હિરાવત સાથે વાત કરી હતી. જેમાં વાત કરતી વખતે કંઈક બીજું જ સામે આવ્યું, નરેન્દ્રના પ્રોડક્શન હાઉસ NH સ્ટુડિયો દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. જેમાં જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી, મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા હતા કે અમે અક્ષય કુમાર સાથે 'તિરંગા'ની રીમેક કરવાના છીએ. અમે જણાવવા માંગીએ છીએ કે આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. હા. અમે ચોક્કસપણે અક્ષય કુમાર સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ પરંતુ તેને 'તિરંગા' સાથે કોઈ લેવાદેવા નથી. આ ફિલ્મ 'તિરંગા'ની રિમેક નથી. આ સંપૂર્ણપણે નવી ફિલ્મ છે. અમે તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરીશું.
ADVERTISEMENT
એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભલે 'તિરંગા'ના રાઈટ્સ સ્ટુડિયોએ લઈ લીધા હોય, પરંતુ ફિલ્મના ટાઈટલના રાઈટ્સ મૂળ 'તિરંગા'ના મેહુલ કુમાર પાસે જ છે. જોકે, મેહુલે કહ્યું હતું કે 'તિરંગા'ના રાઇટ્સ નરેન્દ્ર હિરાવતે ખરીદ્યા છે. મેહુલે એ પણ સલાહ આપી હતી કે રાઈટ્સ ખરીદનાર 'તિરંગા'ની રિમેક ન બનાવે. લોકો તેની મૂળ સાથે સરખામણી કરવા લાગશે.
વધુ વાંચો : દેશની 5 જબરદસ્ત હૈયું કંપાવતી સસ્પેન્સ-થ્રીલર ફિલ્મો, જોઈ ભલભલાના મોઢામાંથી ચીસ નીકળી જશે
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં' 15મી ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેની ટક્કર રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2' અને જ્હોન અબ્રાહમની 'વેદ' સાથે થશે. આ સિવાય પુરી જગન્નાધની ફિલ્મ 'ડબલ આઈ સ્માર્ટ' અને ચિયા વિક્રમની 'તંગલાન' પણ આ જ દિવસે રિલીઝ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.