બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અક્ષય કુમારે બર્થ ડે પર આપી 'ભૂત બંગલા'ની ભેટ, નવી ફિલ્મનું પોસ્ટર કર્યું રીલીઝ, ડરામણો દેખાવ
Last Updated: 02:37 PM, 9 September 2024
બોલિવૂડ ખિલાડી કુમારનો જન્મદિવસ છે. આજે 9 સપ્ટેમ્બરના રોજ એક્ટર પોતાનો 57મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ત્યારે આ ખાસ પ્રસંગે તેમના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે આજના ખાસ દિવસ પર અક્ષયે પોતાના ફેન્સને ગીફ્ટ આપી છે. અક્ષયે પોતાના જન્મદિવસ પર પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. તેની આ ફિલ્મનું નામ ભૂત બંગલા છે જે એક હોરર કોમેડી છે. એક્ટરે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. સાથે એ પણ જણાવ્યું છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
ADVERTISEMENT
બર્થ ડે પર અક્ષયે શેર કર્યું ભૂત બંગલાનું પોસ્ટર
ADVERTISEMENT
અક્ષય કુમારે પોતાની બર્થ ડે પર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અપકમિંગ ફિલ્મ 'ભૂત બંગલા'નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટની સાથે એક્ટરનો લુક પણ રિલીવ થઈ ગયો છે. આ મોશન પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે અક્ષય કુમારે વાદળી કલરનો સૂટ પહેર્યો છે અને તેના ખભા પર બિલાડી છે. તેમજ અક્ષયની પાસે દૂધની વાટકી પણ છે. જણાવી દઈએ કે, ભૂત બંગલાને પ્રિયદર્શન બનાવી રહ્યા છે. તેમજ પોસ્ટરમાં 2025 લખ્યું છે. હવે ફિલ્મની રિલીઝ ડેટની ફેન્સ રાહ જોઈ રહ્યા છે.
ભારતનું આ રેલ્વે સ્ટેશન 42 વર્ષ સુધી રહ્યું બંધ! આજે પણ સાંજ પછી આખું સ્ટેશન થઈ જાય છે ખાલી
ગણેશ ચતુર્થીના દિવસે અક્ષય કુમારે મોશન પોસ્ટર સાથે જાહેરાત કરી હતી કે તે 9 સપ્ટેમ્બરે કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ લખ્યું હતું, “ગણપતિ બાપ્પા મોર્યા! તમારી સામે કંઈક નવું આવવાનું હોય તેની હિન્ટ આપવા માટે આજના જેવો શુભ દિવસ ક્યારે હોય શકે? આ સરપ્રાઈઝ મારા જન્મદિવસ માટે સેટ છે.” અક્ષયે આ પોસ્ટ સાથે ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો. જે પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અભિનેતા ભૂલ ભુલૈયા 3 અથવા હેરા ફેરી 3 ની જાહેરાત કરી શકે છે. આખરે અભિનેતાએ તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની જાહેરાત કરી છે.
<script async src="//www.instagram.com/embed.js"></script>
વધુ વાંચોઃ- બે સુપરસ્ટારની દીકરી, 4 હિટ ફિલ્મો, 29 વર્ષની કામણગારી અભિનેત્રી નેટવર્થ નવાઈ પમાડે તેવી
'ભૂત બંગલા' ક્યારે રિલીઝ થશે?
પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડીએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે 'હેરા ફેરી', 'ગરમ મસાલા', 'ભાગમ ભાગ', 'ભૂલ ભુલૈયા' અને 'દેધનાધન' જેવી ક્લાસિક ફિલ્મો આપી છે, જેણે દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હવે આ આઇકોનિક જોડીએ ફરી એકવાર દરેકને ખૂબ જ ખુશ કરી દીધા છે અને ચાહકો તે જોવા માટે રાહ જોઈ શકતા નથી કે તેઓ સ્ક્રીન પર શું જાદુ કરવા જઈ રહ્યા છે. અક્ષયની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' એક હોરર કોમેડી છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની આશા છે. જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.