બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 06:03 PM, 1 February 2020
ADVERTISEMENT
રજનીકાંતની જેમ અક્ષયે પણ શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વ એન્ડ નેશનલ પાર્કમાં કર્યું. સૌથી પહેલાં તમે આ ફોટો જોઈ શકો છો. જેમાં અક્ષય Man vs Wild શોના હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે જોવા મળે છે. અક્ષય કારમાં બેઠા છે અને ગ્રિલ્સ બહાર ઊભા રહીને તેમની સાથે હાથ મિલાવી રહ્યા છે.
ADVERTISEMENT
આટલા કલાક ચાલ્યું શૂટિંગ
શૂટિંગ કુલ 6 કલાક ચાલ્યું છે. આ ફોટોમાં અક્ષય કારમાં બેઠા છે. અન્યમાં તે લોકોની સાથે જોવા મળી રહ્યા છે. અક્ષય ખાખી રંગની ટી શર્ટની સાથે કાળા રંગનો ટ્રાઉઝર પહેરે છે. ફોટોમાં અક્ષય નાખુશ જોવા મળી રહ્યા છે.
અક્ષય કુમાર પહેલાં આ એક્ટર અને વડાપ્રધાન પણ શોનો ભાગ બની ચૂક્યા છે
અક્ષય કુમાર અને રજનીકાંત પહેલાં PM મોદી પણ Man vs Wild શોનો ભાગ બની ચૂક્યા છે. પીએમ મોદીના આ એપિસોડને ડિસ્કવરી નેટવર્કની ચેનલો પર દુનિયાના 180 થી વધુ દેશોમાં જોવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદીએ પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તનની સાથે જોડાયેલી વાતો રજૂ કરી હતી. પીએમ મોદી અને બેયર ગ્રિલ્સનો એપિસોડ ઉત્તરાખંડના જિમ કોર્બેટમાં શૂટ કરવામાં આવ્યો હતો. હવે બોલિવૂડના સુપર સ્ટાર રજનીકાંત બાદ અક્ષય કુમાર પણ આ માટેનું 6 કલાકનું શૂટિંગ કરી ચૂક્યા છે. જેના કેટલાક ફોટોઝ લીક થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.