બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar In Badrinath Dham temple after kedarnath dham

મનોરંજન / ભક્તિમાં લીન જોવા મળ્યા અક્ષય કુમાર, કેદારનાથ બાદ હવે પહોંચ્યા બદ્રીનાથ ધામ, શેર કર્યો અદ્ભુત VIDEO

Arohi

Last Updated: 02:32 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar In Badrinath Dham: અક્ષય કુમારની બદ્રીનાથ યાત્રાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પહેલા જાગેશ્વર ધામ અને પછી બદ્રીનાથ ધામ પહોંચ્યા.

  • બદ્રીનાથ પહોંચ્યા અક્ષય કુમાર 
  • પહેલા કેદારનાથના કર્યા હતા દર્શન 
  • શેર કર્યો અદ્ભુત VIDEO

રવિવારે એક્ટર અક્ષય કુમારે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામના દર્શન કર્યા. અક્ષયને ભારે ભીડે ઘેરી લીધો અને લોકો તેમને જોઈને તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી પડ્યા. અક્ષય પોતાની અપકમિંગ ફિલ્મની શૂટિંગ માટે ઉત્તરાખંડમાં છે. મંદિરમાં પહોંચતા જ અભિનેતાને પોતાની સુરક્ષા ટીમની સાથે જોવામાં આવ્યો. અક્ષય હાલમાં જ કેદારનાથ મંદિર પણ ગયા હતા. 

ફેંસે શેર કર્યા ફોટો અને વીડિયો 
ટ્વીટર પર શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બોલિવુડના ખેલાડી કુમારે બ્લેક કલરની હુડી અને ટ્રેક પેન્ટ પહેર્યું છે. પોલીસ ભીડથી એક્ટરને નિકળતા જોઈ શકાય છે. અક્ષય કુમારના ફોટો અને વીડિયો ફેંસે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. ઓનલાઈન સામે આવેલા ફોટોમાંથી એકમાં તેમણે હાથ જોડીને ફેંસનું અભિવાદન પણ કર્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારની યાત્રા 
અક્ષયે રવિવારે પોતાની હેલીકોપ્ટરની સવારીનો એક વીડિયો પણ શેર કર્યો અને પોતાના ઈન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું, "દેવભૂમિ ઉત્તરાખંડમાં શૂટિંગનું સૌભાગ્યા. શ્રી બદરીનાથ ધામના રસ્તામાં ખૂબ અદ્ભૂત. કોઈ શબ્દ નથી. જય બદરીનાથ વિશાલ."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

પોલીસની સાથે વોલીબોલ 
હાલમાં જ અક્ષય કુમાર જે થોડા અઠવાડિયા પહેલા ઉત્તરાખંડમાં છે. શનિવારે એક્ટરે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ઉત્તરાખંડ પોલીસના સદસ્યોની સાથે વોલીબોલ રમતા જોવા મળી રહ્યા છે. અક્ષયે બ્લેક ટી-શર્ટ, બ્લૂ પેન્ટ અને સ્નીકર્સ પહેર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Badrinath Dham Kedarnath Dham અક્ષય કુમાર Akshay Kumar In Badrinath Dham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ