બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:02 PM, 26 September 2021
ADVERTISEMENT
સૂર્યવંશીની તસ્વીરને શેર કરીને જાણો અક્ષય કુમારે શું લખ્યું
અક્ષય કુમારે આ સંદર્ભે એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓ રણવીર સિંહ અને અજય દેવગણની સાથે પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યાં છે. સૂર્યવંશીની તસ્વીરને શેર કરીને અક્ષય કુમારે લખ્યું, આજે ઘણાં પરિવારો ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા આપી રહ્યાં છે. આ સાંભળીને ખુબ આનંદ થયો કે 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ખુલી રહ્યાં છે. હવે કોઈનાથી રોકાશે નહીં- આવી રહી છે પોલીસ. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે ઈશારો કર્યો છે ટૂંક સમયમાં સૂર્યવંશી રિલીઝ થશે.
ADVERTISEMENT
રોહિત શેટ્ટીએ પણ ફિલ્મ સૂર્યવંશી અંગે પોસ્ટ કરી શેર
અક્ષય કુમાર સિવાય રણવીર સિંહ અને રોહિત શેટ્ટીએ પણ ફિલ્મ સૂર્યવંશી અંગે પોસ્ટ શેર કરી છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું કે રાજ્યમાં સિનેમા હોલ અને થિયેટરો 22 ઓક્ટોબરથી ખોલી શકાશે. પરંતુ સિનેમા હોલ અને થિયેટરોના સંચાલકોએ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આવશ્યક ગાઈડલાઈનનો અમલ કરવો પડશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રક્રિયા જાહેર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.