Akshay Kumar cried on hearing his sister's voice of Phule Ka Taro Ka, this emotional video went viral
VIDEO /
ફૂલો કા તારો કા...બહેનનો અવાજ સાંભળતા જ રડી પડ્યો અક્ષય કુમાર, ઈમોશનલ વીડિયો થયો વાયરલ
Team VTV04:41 PM, 05 Aug 22
| Updated: 04:42 PM, 05 Aug 22
પ્રોમો ચેનલે તેના ઓફિશિયલ સોશ્યલ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો ખાસ એટલા માટે છે કારણ કે તેમાં અક્ષય કુમાર રડતાં નજર આવી રહ્યા છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ 'રક્ષા બંધન' ને પ્રમોટ કરવા પંહોચ્યાં
બહેનની આવી સ્પીચ સાંભળીને અક્ષય કુમાર થયા ઈમોશનલ
બહેનનો જે સંબંધ છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી હોતો- અક્ષય કુમાર
સોની ટીવીના પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર 2' નો આવનાર એપિસોડ ખૂબ જ ખાસ છે. આવનાર એપિસોડમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ 'રક્ષા બંધન' ને પ્રમોટ કરવા માટે આવે છે. એ એપિસોડ ઘણો જ ખાસ બનવા જઈ રહ્યો છે. આ એપિસોડનો એક પ્રોમો ચેનલે તેના ઓફિશિયલ સોશ્યલ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો ખાસ એટલા માટે છે કારણ કે તેમાં અક્ષય કુમાર રડતાં નજર આવી રહ્યા છે.
શૉ નો પ્રોમો જોઈને લોકો ઘણા આતુર બન્યા છે. સાથે જ અક્ષય કુમારને આમ રડતાં જોઈને તે લોકો ઈમોશનલ પણ બન્યા છે. આ વિડીયો શેર કરતાં મેકર્સે ટેના કેપ્શનમાં લખ્યું છે કે, 'રક્ષાબંધનના આ મોકા પર સૂરોનનો એવો વરસાદ થશે કે બધાની આંખો ભીંજાઇ જશે.'
ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો શેર કરવામાં આવ્યો છે તેમાં અક્ષય કુમારની સામેની સ્ક્રીન કર એક વિડીયો ચાલતો નજર આવે છે જેમાં તેની બહેન અલ્કા ભાટિયા અક્ષય સાથેની ઘણી તસવીરો બતાવે છે અને તેનો સુંદર વિડીયો બનાવ્યો છે. સાથે જ વિડીયોના બેક ગ્રાઉન્ડમાં અક્ષયની બહેનનો અવાજ સંભળાય છે અને એ ખૂબ જ સારી સ્પીચ આપતી હોય છે. અક્ષયની બહેન પંજાબીમાં તેની માટે એક સંદેશો પણ આપે છે અને 11 તારીખનાં રક્ષાબંધન છે એ વિશે પણ થોડી વાતો કરે છે.
જો કે બહેનની આવી સ્પીચ સાંભળીને અક્ષય કુમાર ઘણો ઈમોશનલ થઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. એ ખુદને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે એવું વિડીયોમાં જોઈ શકાય છે. સાથે જ અક્ષય કુમાર પણ બહેન સાથેની જૂની યાદોને યાદ કરે છે અને કહે છે કે ' બહેનનો જે સંબંધ છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી હોતો.'