નવી દિલ્હીઃ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે આજે 50 વર્ષના થઇ ચૂક્યા છે. આ દરમિયાન અક્ષયે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. બર્થડે અક્ષયનો છે અને તેમણે તેમના ફેન્સને સરપ્રાઇઝ આપી છે.
અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની અપકમિંગ ફિલ્મ ગોલ્ડનું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. ટ્વિટમાં અક્ષયએ લખ્યું છે કે દરેક રાત બાદ સવાર આવે છે પરંતુ આપના પ્રેમના કારણે મારી જિંદગી ઉજળી થઇ ગઇ છે. મારી ઉંમર ગોલ્ડમાં પરિવર્તિત થઇ રહી છે અને તેની સાથે રજૂ છે મારી ફિલ્મનું પોસ્ટર જે મારા દિલમાં બહુ જ નજીક છે.
જણાવી દઇએ કે અક્ષયની આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. ફિલ્મના ડાયરેક્ટર રીમા કાગતી છે. અક્ષયની સાથે આ ફિલ્મમાં નાના પડદા પરની ફેમસ એક્ટ્રસ મોની રોય નજરે આવશે. ફિલ્મના કહાની આઝાદ ભારતના સૌથી પહેલા ઓલમ્પિક ગોલ્ડ પર છે જેમાં ભારતને વર્ષ 1948ના ઓલમ્પિક ગોલ્ડ પર છે જેને ભારતે વર્ષ 1948ની ઓલમ્પિક રમતો દરમિયાન જીત્યો હતો. ફિલ્મ આગામી વર્ષ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે.
જણાવી દઇએ કે અક્ષય ફિલ્મ 'ગોલ્ડ' સિવાય તેમની આગામી બાયોપિક ફિલ્મ 'પેડ મેન'ની શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેમની હાલમાં જ રિલીઝ ફિલ્મ 'ટોયલેટ-એક પ્રેમકથા'ને બોક્સ ઓફિસ પર ઘણી સફળ નીવડી છે.