બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO:ચેમ્પિયન ટ્રોફી પહેલા બાખડી પડ્યા અખ્તર અને હરભજનસિંહ, મેદાન વચ્ચે એકબીજાને માર્યો ધક્કો
Last Updated: 01:12 PM, 10 February 2025
આગામી 19 ફેબ્રુઆરીએ સહેમિયન્સ ટ્રોફી અંતર્ગત પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી રમી રહી છે. આ દરમિયાન, પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ત્રિકોણીય શ્રેણી રમી રહી છે. બંને ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ભવ્ય મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંઘ અને પાકિસાતની બોલર શોએબ અખ્તર એક્બીજાની સામે આવી ગયા હતા.
ADVERTISEMENT
શોએબ અને હરભજન એકબીજા સાથે ઝઘડ્યા
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025
ADVERTISEMENT
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચના ઉત્સાહને નવો વળાંક આપ્યો છે. ILT20 2025 ની ફાઇનલ દરમિયાન બંને ખેલાડીઓ મજાકમાં એકબીજા સાથે અથડાતા જોવા મળ્યા હતા. જો કે આ માત્ર મજાક માટે હતું પણ તેમની લાગણી મેચ દરમિયાન પ્લેયર્સ વચ્ચે હોય છે તેવી જ હતી. આ મજાક ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે એક રસપ્રદ અને મનોરંજક પાસું બની ગયું છે.
વધુ વાંચો: વિરાટ ડગ આઉટ તરફ બેટ ઉઠાવી જતો હતો ત્યારે વાગ્યું અજીબ સોંગ, રીતસરનો હસી પડ્યો કોહલી
બંને પ્લેયર્સ મસ્તીના મૂડમાં
23 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ફક્ત બે અઠવાડિયા બાકી છે તે વચ્ચે શોએબ અખ્તર અને હરભજન સિંહે તેમની રમુજી મજાકથી મેચનો ઉત્સાહ વધારી દીધો છે. બંને ખેલાડીઓ વચ્ચેની મિત્રતા જાણીતી છે. બંનેએ પોતપોતાની ટીમો માટે રમતી વખતે ઘણા અદ્ભુત રેકોર્ડ બનાવ્યા છે. હવે તે પોતાની કોમેન્ટ્રીથી દર્શકોના દિલ પણ જીતી રહ્યા છે. શોએબ અખ્તરે એક વીડિયો શેર કર્યો છે જેમાં હરભજન સિંહ બેટ લઈને તેની તરફ ચાલતો જોવા મળે છે, જ્યારે અખ્તર તેને બોલ બતાવીને પડકાર ફેંકે છે. હરભજન અખ્તર પાસે પહોંચતા જ તેને ટક્કર મારતા હળવો ધક્કો માર્યો. આ ફની ઘટનાએ ચેમ્પિયન્સ ટ્રોફી મેચના ઉત્સાહમાં વધારો કર્યો છે અને બંને દેશોના ક્રિકેટ લવર્સમાં આગામી મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.