Akali dal parkash singh badal returns padma vibhushan over betrayal of farmers
વિરોધ /
પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલ ખેડૂત આંદોલનના સમર્થનમાંઃ પદ્મ વિભૂષણ સમ્માન પરત સોંપ્યું
Team VTV02:35 PM, 03 Dec 20
| Updated: 02:41 PM, 03 Dec 20
કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોના આંદોલન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મ વિભુષણ સમ્માન પરત કરી દીધું છે.
પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલ ખેડૂતોના સમર્થનમાં
પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ત્રણ પાનાનો પત્ર લખી કૃષિ કાયદાનો વિરોધ કર્યો છે, ખેડૂતો પર એકશનની ટીકા અને તેની સાથે પોતાનું સમ્માન પરત સોંપ્યું છે.
પોતાનો પદ્મ વિભૂષણ પરત કરતાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે લખ્યું કે, હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુર્બાન કરવા માટે મારી પાસે બીજુ કાંઇ નથી, હું જે પણ છું તે ખેડૂતોના કારણે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઇ રહ્યું છે, તો કોઇપણ પ્રકારનું સમ્માન રાખવાનો કોઇ ફાયદો નથી.
પ્રકાશસિંહ બાદલે લખ્યું કે ખેડૂતોની સાથે જે રીતે ફ્રોડ કરવામાં આવ્યું છે, તેનાથી તેમને ઘણુ દુઃખ પહોંચ્યું છે. ખેડૂતોનું આંદોલન જે રીતે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છું તે દર્દનાક છે.
પ્રકાશસિંહ બાદલ પછી એવોર્ડ પરત કરવાનું જાણે શરુ થઇ ગયું. માત્ર પ્રકાશ સિંહ બાદલ નહીં જ પરંતુ અકાલી દળના નેતા રહેલા સુખદેવ સિંહ ઢીંઢસાએ પોતાનો પદ્મ ભૂષણ સમ્માન ભારત સરકારને પરત કર્યું.