બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:33 PM, 4 December 2024
મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે બુધવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં શપથ ગ્રહણની માહિતીની સાથે હળવી મજાક પણ કરાઈ હતી. વાતવાતમાં શિંદેએ અજિત પવાર પર કરેલી કોમેન્ટથી હાસ્યના ફૂવારા છૂટ્યાં હતા.
ADVERTISEMENT
#WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, "Wait till evening..."
— ANI (@ANI) December 4, 2024
Replying to Shinde, NCP chief Ajit Pawar says, "Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait."… pic.twitter.com/ZPfgg6Knco
દાદાને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ
ADVERTISEMENT
પત્રકાર પરિષદમાં પત્રકારે પૂછ્યું કે શું અજિત પવાર અને એકનાથ શિંદે પણ આવતીકાલે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આના પર શિંદેએ કહ્યું, 'અરે, ફડણવીસે મને હવે કહ્યું, મેં તમને સાંજ સુધી રાહ જોવાનું કહ્યું હતું અને પછી હું તમને કહીશ.' શિંદે બોલી રહ્યા હતા ત્યારે અજિત પવારે અટકાવ્યા અને કહ્યું, 'શિંદે ક્યારે શપથ લેશે તે સાંજ સુધીમા ખબર પડી જશે પરંતુ હું તો આવતીકાલે શપથ લેવાનો છું. આના પર શિંદેએ કહ્યું કે દાદાને તો સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ છે, શિંદેની આ વાત પર હાસ્યના ફૂવારા છૂટ્યાં હતા અને તમામ નેતાઓ છૂટથી હસતાં જોવા મળ્યાં હતા.
એકનાથ શિંદેએ કઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો
2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ 24 ઓક્ટોબરે આવ્યા હતા. કોઈપણ પક્ષ અથવા ગઠબંધન દ્વારા સરકાર બનાવવાનો દાવો ન કરવાને કારણે 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. શિવસેનાએ પણ મુખ્યમંત્રી પદની માંગને લઈને ભાજપ સાથેનું 30 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પરિણામો આવ્યા બાદ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે સવારે 8 વાગ્યા પહેલા જ શપથ લીધા હતા. જેમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બની રહ્યા હતા. આ બધા માટે આઘાતજનક હતું કારણ કે તે સમયે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. પરંતુ આ પક્ષો મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લઈ શક્યા ન હતા. દરમિયાન, એનસીપીના અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ એટલે કે ભાજપ સાથે શપથ લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT