બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજિત ડોભાલ ફરી NSA બન્યાં, પીકે મિશ્રા PMના પ્રિન્સિપલ સેક્રેટરી, મોદી સરકારે લંબાવ્યો કાર્યકાળ
Last Updated: 06:23 PM, 13 June 2024
કેન્દ્રની મોદી સરકારે NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) તરીકે અજિત ડોભાલની ફરી નિયુક્તી કરી છે તો પીકે મિશ્રાને પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જાળવી રાખવામાં આવ્યાં છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
Ajit Doval KC has been reappointed as the National Security Advisor( NSA). pic.twitter.com/HZqblt4g2h
— Press Trust of India (@PTI_News) June 13, 2024
અજિત ડોભાલ-પીકે મિશ્રા મોદી સરકારના પ્રીતિપાત્ર
ADVERTISEMENT
અજિત ડોભાલ સતત ત્રીજી વાર એનએસએ બન્યાં છે તો પીકે મિશ્રાને પણ જાળવી રખાયાં છે. આ બન્ને ટોચના અધિકારીઓ મોદી સરકારના ખાસ પ્રીતિપાત્ર છે અને તેમનું સર્વશ્રેષ્ઠ કામને આધારે તેને સર્વિસ એક્સટેન્શન અપાયું છે.
કોણ છે અજિત ડોભાલ અને પીકે મિશ્રા
અજિત ડોભાલ 1968 બેચના IPS અધિકારી છે અને પીએમ મોદીના ખૂબ ભરોસાપાત્ર છે. 2014માં પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં પણ ડોભાલ એનએસએ હતા બીજામાં પણ હતા અને હવે ત્રીજા કાર્યકાળમાં પણ તેમને સેવા વિસ્તરણ અપાયું છે. ડોભાલ વડા પ્રધાન માટે વ્યૂહાત્મક વિચારસરણી અને ઓપરેશનલ પ્લાનિંગ પણ કરે છે. તેઓ એક પ્રખ્યાત કાઉન્ટર ટેરરિઝમ નિષ્ણાત અને પરમાણુ મુદ્દાઓના પણ નિષ્ણાત છે. પીકે મિશ્રા 1972 બેચના નિવૃત્ત અધિકારી છે, જેઓ કૃષિ સચિવ તરીકે નિવૃત્ત થયા પછી છેલ્લા એક દાયકાથી PM મોદી સાથે છે. તેઓ પીએમઓમાં વહીવટી બાબતો અને નિમણૂંકો સંભાળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT