બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકન રાજદૂતના નિવેદનથી અજીત ડોભાલ લાલઘૂમ, ફોન કરીને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ શું કહ્યું

નિવેદન / અમેરિકન રાજદૂતના નિવેદનથી અજીત ડોભાલ લાલઘૂમ, ફોન કરીને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ શું કહ્યું

Last Updated: 10:15 AM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Doval Latest News : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ સક્રિય થયા અને શુક્રવારે સાંજે અમેરિકાના NSA જેક સુલિવાનને ફોન કર્યો અને સ્પષ્ટ કર્યું કે, અમેરિકાનું કામ પણ પણ ભારત વિના નહીં ચાલે.

Ajit Doval : ભારતમાં તૈનાત અમેરિકન રાજદૂત એરિક ગારસેટ્ટીના ધમકીભર્યા સ્વરને કોઈ ભૂલી શકશે નહીં. તેમના શબ્દોથી સ્પષ્ટ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયાની મુલાકાતથી અમેરિકા નારાજ છે અને બંને દેશોના સંબંધોમાં થોડી તિરાડ છે. જોકે મિત્રોને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, પરંતુ તેના માટે પણ એક લક્ષ્મણ રેખા છે. અને ગારસેટ્ટીએ તેના નિવેદનમાં તે રેખા પાર કરી. ભારત વિરુદ્ધ ધમકીભર્યા સ્વરમાં આપવામાં આવેલા આ નિવેદનનો જવાબ આપવો પણ જરૂરી હતો. આવી સ્થિતિમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ સક્રિય થયા અને શુક્રવારે સાંજે અમેરિકાના NSA જેક સુલિવાનને ફોન કર્યો. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાનું કામ પણ પણ ભારત વિના નહીં ચાલે.

અમેરિકાએ ભારત સાથે મળીને કામ કરવું પડશે

વિદેશ મંત્રાલયે બંને દેશો વચ્ચેની વાતચીતની માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ડોભાલ અને સુલિવાને શાંતિ અને સુરક્ષા માટે વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિશે વાત કરી હતી. આ સાથે તેમણે ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો ભારત-યુએસ સંબંધોને વધુ આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે જે 'વહેંચાયેલા મૂલ્યો અને સામાન્ય વ્યૂહાત્મક અને સુરક્ષા હિતોના આધારે બનેલા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ મુદ્દાઓ અને ક્વાડ ફ્રેમવર્ક હેઠળ જુલાઈ 2024 અને તેનાથી આગળ યોજાનારી આગામી ઉચ્ચ-સ્તરીય ઘટનાઓ અંગે ચર્ચા કરી હતી.

પીએમ મોદીના રશિયા પ્રવાસથી અમેરિકા નારાજ

બંને દેશોના NSA વચ્ચેની આ ફોન વાતચીત ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ રશિયા સાથે ભારતના સંબંધોની ટીકા કર્યાના એક દિવસ બાદ થઈ છે. ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા ગારસેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે અન્ય દેશો નિયમો આધારિત સિસ્ટમની વિરુદ્ધ જાય છે ત્યારે ભારત અને અમેરિકાએ લોકતાંત્રિક સિદ્ધાંતોનું સમર્થન કરવું જોઈએ. આ અઠવાડિયે વડા પ્રધાન મોદીની મોસ્કો મુલાકાતનો કોઈ ઉલ્લેખ કર્યા વિના ગારસેટ્ટીએ આદર-સન્માન કહીને શું કહ્યું , 'હું જાણું છું... અને હું આદર કરું છું કે ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાને પસંદ કરે છે. પરંતુ સંઘર્ષના સમયમાં વ્યૂહાત્મક સ્વાયત્તતા જેવી કોઈ વસ્તુ હોતી નથી. સંકટની ક્ષણોમાં આપણે એકબીજાને જાણવું જોઈએ. અમે તેને શું શીર્ષક આપીએ છીએ તેની મને પરવા નથી, પરંતુ અમારે એ જાણવાની જરૂર છે કે અમે વિશ્વાસુ મિત્રો, ભાઈઓ અને બહેનો, સહકાર્યકરો છીએ.

વધુ વાંચો : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઇ એલર્ટ જાહેર, બિહારમાં તો 21ના મોત

યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરતા અમેરિકી રાજદૂતે કહ્યું કે, યુદ્ધ દૂર નથી. કોઈ યુદ્ધ દૂર નથી અને આપણે માત્ર શાંતિ માટે ઊભા રહેવું જોઈએ નહીં, પરંતુ તે સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં પણ લેવા જોઈએ કે જેઓ શાંતિપૂર્ણ નિયમો દ્વારા રમતા નથી તેમના યુદ્ધ મશીનો અવિરતપણે ચાલુ રહે નહીં. ગારસેટ્ટીએ સરહદોની પવિત્રતા જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, 'મારે ભારતને યાદ અપાવવાની જરૂર નથી કે સરહદો કેટલી મહત્વપૂર્ણ છે... કે જ્યારે આપણે તે સિદ્ધાંતોને પકડી રાખીએ છીએ અને સાથે ઊભા રહીએ છીએ, ત્યારે આપણે બતાવી શકીએ છીએ કે તે સિદ્ધાંતો આપણા વિશ્વમાં અને સાથે મળીને શાંતિના માર્ગદર્શક પ્રકાશ છે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી આપણા પ્રદેશની સુરક્ષા અને સ્થિરતા વધારી શકે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Doval Ajit Doval Statement NSA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ