ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સિરીઝની શરૂઆત ટીમે એડિલેડમાં શરમજનક હારનો સામનો કર્યો હતો પરંતુ તે બાદ અજીંક્ય રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે સિરીઝમાં વાપસી કરી અને 2-1થી કબ્જો કર્યો.
અજીંક્ય રહાણેએ કર્યો ખુલાસો
સિરાજની કરી ભરપૂર પ્રશંસા
મેદાનમાંથી બહાર જવા કહી દીધુ હતું
સમગ્ર દુનિયા આ ટીમને સલામ કરી રહી છે કારણકે તે ટીમના મોટાભાગના ખેલાડી યુવાન હતા. વિરાટ કોહલી, મ.શમી અને ઉમેશ યાદવ સહિત અનુભવી ખેલાડી ટીમમાં નહોતા અને એક યુવા ટીમને ગાબામાં જીતીને સિરીઝ પર કબ્જો કરી લીધો હતો.
ભારતને ઐતિહાસિક જીત અપાવવા માટે અજીંક્ય રહાણેની પ્રશંસા સિડની ટેસ્ટના કારણે પણ થઇ રહી છે જેમાં ખેલાડીઓનું ધ્યાન ભટકાવવા માટે ઓસ્ટ્રેલિયાઇ દર્શકોએ પોતાની હદ પાર કરી લીધી હતી પરંતુ રહાણેએ તરત જ એક્શન લીધી હતી.
સિડની ટેસ્ટ દરમિયાન મો.સિરાજ, જસપ્રીત બુમરાહ રેસિઝમના શિકાર થયા હતા. અજીંક્ય રહાણેએ ભારત આવ્યા બાદ આ વાતનો ખુલાસો કર્યો કે, તેમને સિડની મેદાનમાંથી બહાર જવા સુધી પણ કહી દેવામાં આવ્યું હતું.
રહાણેએ સિરાજની કરી ભરપૂર પ્રશંસા
રહાણેએ કહ્યું કે સિડનીમાં સિરાજ અને અન્ય કેટલાક ખેલાડીઓ સાથે જે પણ ઘટના થઇ તે નિરાશાજનક હતી. અમે મોટુ પગલું લીધુ અને મેદાનથી બહાર ન ગયા કારણકે અમે ત્યાં રમવા ગયા હતા. રહાણેએ કહ્યું કે અમે અમારા ખેલાડીઓનું સન્માન કરીએ છીએ અને હું હંમેશા તેમની સાથે છું.
સિરાજની તારીફમાં અજીંક્યએ કહ્યું કે, હું સિરાજ માટે ખુબ ખુશ છું. સિરીઝમાં તેણે જે કરી બતાવ્યું છે તે કાબિલે તારીફ છે. તેણે પોતાના પિતાને ગુમાવ્યા પરંતુ તે મજબુત હતો. ટીમ સાથે રહેવા માંગતો હતો અને નેટ સેશનમાં ખુબ મહેનત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં તેને જે પણ સફળતા મળી તેનો શ્રેય તેને પોતાને જ આપવો જોઇએ.