બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વીડિયોઝ / બોલિવૂડ / અજય દેવગણ-તબ્બૂનો રોમાન્સ: શાયરી સાથે 'ઔરો મૈ કહા દમ થા'નું ટ્રેલર રીલીઝ

VIDEO / અજય દેવગણ-તબ્બૂનો રોમાન્સ: શાયરી સાથે 'ઔરો મૈ કહા દમ થા'નું ટ્રેલર રીલીઝ

Last Updated: 08:51 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગન-તબ્બુ ફરીથી રોમાંસ કરતા જોવા મળ્યા છે. અજય દેવગન અને તબ્બુ સિવાય આ ફિલ્મમાં જિમ્મી શેરગિલ, શાંતનુ મહેશ્વરી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

Auron Mein Kahan Dum Tha Trailer Out: અજય દેવગન-તબ્બુ ફરીથી રોમાંસ કરતા જોવા મળ્યા છે. અજય દેવગન અને તબ્બુ સિવાય આ ફિલ્મમાં જિમ્મી શેરગિલ, શાંતનુ મહેશ્વરી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે.

બોલિવૂડ અભિનેતા અજય દેવગન હાલમાં તેમની આગામી ફિલ્મ 'ઔરો મે કહા દમ થા'ને લઇ ચર્ચામાં રહ્યા છે. આ ફિલ્મમાં ચાહકો અજય દેવગન અને તબ્બુની રોમેન્ટિક જોડીને ફરીથી સ્ક્રીન પર જોવા ખૂબ ઉત્સાહિત છે. તાજેતરમાં 'ઔરો મે કહા દમ થા' ફિલ્મનો પહેલો લૂક જારી થયો છે.

ajay-tabbu

ત્યારથી ટ્રેલરને લઇ ફેન્સ ઉત્સાહિત હતા. હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જે એકદમ ધમાકેદાર છે. લાંબા સમય પછી અજય અને તબ્બુની જોડી સ્ક્રીન પર એકબીજા સાથે રોમાંસ કરતી જોવા મળે છે, જેને જોઇને દરેક ખૂબ જ ખુશ છે. 'ઔરો મે કહા દમ થા' નું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ઇન્ટરનેટ છવાઇ ગયુ છે. આ ફિલ્મ 5 જુલાઇએ થિયેટરોમાં આવવા તૈયાર છે.

અજય દેવગન તબ્બુના પ્રેમમાં પાગલ

ઔરો મે કહા દમ થા ના ત્રણ મીનીટ લાંબા ટ્રેલરએ ચાહકોની ઉત્તેજના ચાર ઘણી વધારી છે. અજય દેવગનને ફિલ્મના ટ્રેલરમાં જેલમાં બતાવવામાં આવ્યો હતો. તેના યંગ કિરદારને શાંતનુ માહેશ્વરી અને તબુનુ કિરદાર એટલે સઇ માંજરેકરને નિભાવ્યુ છે., જુસ્સાદાર પ્રેમ બતાવવામાં આવેલો છે. અજયના હાથે થયેલી ઘણા લોકોની હત્યા તેને અને તબ્બુને અલગ કરે છે અને જેલમાં જવું પડે છે. જેલમાં વર્ષો પછી તબ્બુ પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થયો નથી. જ્યારે તે વર્ષો પછી જેલની બહાર આવે છે, ત્યારે તેના માટે બહારની દુનિયામાં રહેવું સરળ નથી. અજય અને તબુ ફરી એકવાર મળે છે. આ સમય દરમિયાન ટ્રેલરમાં જિમ્મી શેરગિલની એન્ટ્રી પણ છે, જે 18 વર્ષ પહેલાં શું થયું છે તે જાણવા માંગે છે.

આ પણ વાંચોઃ ફિલ્મોમાં એક સાથે ધૂમ મચાવી ચુક્યા છે અસલ જીવનના આ કપલ્સ, લિસ્ટમાં શહેનશાહ પણ સામેલ

છેવટે અજય દેવગનની શાયરીએ દિલ જીત્યા

ટ્રેલરના અંતે અજય દેવગન શાયરી બોલતા જોવા મળે છે, જેનો દરેક શબ્દ તમારા હૃદયને સ્પર્શે છે. તે કહે છે- 'જબ દિલ સે ધુઆં ઉઠા, બરસાત કા મૌસમ થા... સૌ દર્દ દિએ ઉસને, જો દર્દ કા મરહમ થા...હમને હી સિતમ ઢાણે, હમને હી કહર તોડે... દુશ્મન થે હમી અપને, ઔરો મે કહા દમ થા.

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Auron Mein Kahan Dum Tha Tabu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ