બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ભૂલ ભૂલૈયા 3 પર ભારે પડી સિંઘમ અગેઇન, બંને ફિલ્મોએ 100 કરોડનો આંકડો કર્યો પાર
Last Updated: 08:47 AM, 4 November 2024
દિવાળી પર બે ફિલ્મો રીલીઝ થઈ છે, એક છે કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' અને બીજી છે અજય દેવગનની 'સિંઘમ અગેઇન'. એવું માનવામાં આવતું હતું કે બંને ફિલ્મને દિવાળીના વીકએન્ડને કારણે તેને બમ્પર ઓપનિંગ મળશે અને એવું જ થયું.
ADVERTISEMENT
MANJU!! I’m coming for you 🤙🏻👻 #RoohBabaVsManjulika This Diwali 🔥
— Kartik Aaryan (@TheAaryanKartik) October 9, 2024
Get ready for an epic face-off !! #BhoolBhulaiyaa3 🔥
#YeDiwaliBhoolBhulaiyaaVaali https://t.co/DC2lCTTlRF@BazmeeAnees @MadhuriDixit @vidya_balan @tripti_dimri23 #BhushanKumar #KrishanKumar @muradKhetani… pic.twitter.com/eP8eTJdz9Y
હવે બંને ફિલ્મોની રિલીઝને 3 દિવસ થઈ ગયા છે, એટલે કે વિકેન્ડ પૂરું થઈ ગયું છે અને જોરદાર નફો કરતાં બંને ફિલ્મોએ 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. જો કે કમાણીના મામલામાં અજય દેવગનની ફિલ્મ કાર્તિક આર્યન કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. રવિવારે બંને ફિલ્મોએ કેટલી કમાણી કરી છે ચાલો એ જાણીએ.
ADVERTISEMENT
Akkhi public ko malum hai, #SinghamAgain is finally HERE 🔥🦁
— Devgn Films (@ADFFilms) November 1, 2024
In cinemas now! pic.twitter.com/Y5Ciiq68Wt
'સિંઘમ અગેઇન'એ 2 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતમાં અંદાજિત 86 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે અંદાજે 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે, એટલે કે અત્યાર સુધીમાં કુલ આંકડો 121 કરોડ રૂપિયા છે.
અજય દેવગનની મલ્ટી સ્ટારર એક્શન ફિલ્મ 'સિંઘમ અગેન' તેની કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે અને આ ફિલ્મમાં જૂની ફિલ્મોમાં જોવા મળતા તમામ સ્ટાર્સ એકસાથે જોવા મળે છે. ફિલ્મમાં અજય ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર પણ જોવા મળશે. આ સિવાય સલમાન ખાનની 'ચુલબુલ પાંડે' પણ ફિલ્મમાં જબરદસ્ત કેમિયો છે.
જો ભૂલ ભુલૈયા 3 ફિલ્મની કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 35.50 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે, કાર્તિકની ફિલ્મે 36 થી 37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'ભૂલ ભૂલૈયા 3'નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ લગભગ 33.5 કરોડ રૂપિયા રહ્યું છે, જો આપણે કુલ કલેક્શન પર નજર કરીએ તો તે 106 કરોડની નજીક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT