બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:41 PM, 17 May 2019
બોલીવુડ એક્ટર અજય દેવગણે ઉત્તર પ્રદેશના હાપુડ અન ગાઝીપુરમાં બે સિંગલ સ્ક્રિન થિયેટર્સને પહેલાથી જ ખરીદેલું છે. હવે દેશના દૂરના વિસ્તારોમાં નવા મલ્ટીપ્લેક્સ ખોલવા માટે 600 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યો છે. એક્ટર પોતાના મલ્ટીપ્લેક્સ વેન્ચર NY Cinemas Llp માં આવનારા 5 વર્ષમાં 600 કરોડનું નિવેશ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
ADVERTISEMENT
મીડિયા સાથે વાતચીત કરતાં અજય દેવગણે કહ્યું 'મારો હેતુ છે કે હું દેશમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં 250 સ્ક્રીન્સ ઓપન કરું.' અજય દેવગણના મલ્ટીપ્લેક્સ વેન્ચરનું પહેલું લૉન્ચ જૂનમાં મધ્યપ્રદેશના રતલામમાં થશે. NY સિનેમાનો ખાસ હેતુ રિમોટ એરિયામાં લોકોને મૉર્ડન થિયેટર્સની સુવિધા આપવાનો છે. આ ઉપરાંત અજય દેવગણે પ્રોજેક્ટ માટે વધારે જાણકારી આપી નથી.
ADVERTISEMENT
અજય દેવગણના વર્કફ્રંન્ટની વાત કરીએ તો એની કૉમેડી ફિલ્મ દે દે પ્યાર દે થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.