બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફરીવાર થિયેટરોમાં સંભળાશે હાસ્યનો ગડગડાટ, રોહિત શેટ્ટીએ 'ગોલમાલ 5' પર આપી અપડેટ, જાણો ક્યારે થશે રિલીઝ
Last Updated: 08:57 AM, 9 November 2024
અત્યારે થિયેટરમાં લોકો રોહિત શેટ્ટી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેઇન જોઈ રહ્યા છે અને ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલિઝને હજુ આઠ દિવસ થયા છે એવામાં સમાચાર આવ્યા કે અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી ફરી કોમેડી ફ્રેન્ચાઇઝી સાથે થિયેટરમાં જોવા મળશે.
ADVERTISEMENT
અજય દેવગને તેની આવનારી ફિલ્મોની પુષ્ટિ કરતાં કહ્યું- 'શૈતાન 2 હાલમાં લખાઈ રહી છે. એક ટીમ આવનાર દ્રશ્યમ ફિલ્મ પર પણ કામ કરી રહી છે. દરમિયાન રોહિત શેટ્ટીએ કહ્યું, 'મને લાગે છે કે કોઈપણ કોપ ફિલ્મ પહેલા આગામી ફિલ્મ ગોલમાલ હશે.'
ADVERTISEMENT
દિગ્દર્શકે સ્પષ્ટ કર્યું કે 'ગોલમાલ 5' તેની આગામી કોપ એક્શન ફિલ્મ પહેલા થિયેટરોમાં આવશે. રોહિત શેટ્ટીએ કહ્યું કે 'તે ફરી એકવાર મોટા પડદા પર એક્શનમાં આવતા પહેલા 'ગોલમાલ'ની હાસ્યથી ભરેલી દુનિયામાં પાછા ફરવા માંગે છે.'
ગોલમાલ સીરિઝમાં અજય દેવગન, અરશદ વારસી અને તુષાર કપૂર જેવા કલાકારો જોવા મળે છે. 2006 માં ગોલમાલ: ફન અનલિમિટેડ ફિલ્મ રીલીઝ થઈ હતી. આ પછી ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3 અને ગોલમાલ અગેઇન આવી અને દરેક ફિલ્મે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. એવામાં હવે ચાહકો આતુરતાથી ગોલમાલ 5ની રાહ જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે અજય દેવગન પાસે હાલમાં એક કરતા વધુ સિક્વલ ફિલ્મો પાઇપલાઇનમાં છે. 'શૈતાન 2', 'દ્રશ્યમ 3' અને 'ગોલમાલ 5' ઉપરાંત, આ યાદીમાં 'રેઈડ 2', 'દે દે પ્યાર દે 2' અને 'ધમાલ'ની સિક્વલનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.