બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અજય દેવગનની 'આઝાદ'નું દમદાર ટીઝર રિલીઝ, રવીના ટંડનની દીકરીનું ફિલ્મમાં ધમાકેદાર ડેબ્યૂ

બોલિવૂડ / અજય દેવગનની 'આઝાદ'નું દમદાર ટીઝર રિલીઝ, રવીના ટંડનની દીકરીનું ફિલ્મમાં ધમાકેદાર ડેબ્યૂ

Last Updated: 08:24 PM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગન વર્ષ 2025માં પણ ધમાકેદાર મૂવી લઈને આવશે. તેની આગામી ફિલ્મ "આઝાદ"નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જે ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યું છે.

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ અને તેમના ઘોડાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અજયની સાથે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણિયો અમન દેવગન પણ ડેબ્યૂ કરશે.

PROMOTIONAL 1

આગામી વર્ષે આવનાર અજય દેવગનની  ફિલ્મ 'આદાઝ'નું ટીઝર રિલીઝ થયું છે. તે ટીઝર 1 મિનિટ 47 સેકન્ડનું છે. આ ટીઝરમાં સ્ટોરીનું બ્રીફ વોઈસ ઓવર દ્વારા આપવામાં આવ્યું છે. નેરેશન પરથી એવું લાગે છે કે મહાન ક્રાંતિકારી યોદ્ધા મહારાણા પ્રતાપના ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહારાણાના બહાદુર ઘોડા અને તેમની બહાદુરીની સ્ટોરી બતાવવામાં આવશે. અત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ આપવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી સંભાવના છે.

વધુ વાંચો : સિંઘમ અગેઇને કમાણીમાં ભૂલ ભુલૈયાને પછાડી, અજય આગળ ન ચાલ્યો રૂહ બાબાનો જાદુ, કલેક્શન તોતિંગ

  • ટીઝર પર લોકોની પ્રતિક્રિયા

અજય દેવગનની હાલમાં જ "સિંઘમ અગેઇન" ફિલ્મ રિલીઝ થઈ છે જેને માત્ર 4 દિવસમાં જ 140 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. તો બીજી તરફ મંગળવારે જ અજય દેવગને ફેન્સને વધુ એક ખુશખબર આપી છે. જેમાં "આઝાદ"નું ટીઝર પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. જેથી એક યુઝરે લખ્યું હતું કે, "ટિઝર જોરદાર છે તો ફિલ્મ બ્લોકબસ્ટર હશે." અન્ય એક વ્યક્તિએ લખ્યું- "આ ફિલ્મે તાનાજીની યાદ આપવી દીધી". તો બીજા યુઝર્સે ટિઝરના વખાણની સાથે રાશા થડાની અને અમન દેવગનને તેમની ફર્સ્ટ મૂવી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Teaser Azad Film Ajay Devgan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ