બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / ajay devgan has quit smoking these eight tips will help you in quitting cigarette

ટિપ્સ / ફૉલો કરો આ 8 ટિપ્સ, ને છોડી દો અજય દેવગનની જેમ દિવસમાં 100 સિગરેટ પીવાની લત!

Vikram Mehta

Last Updated: 03:08 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા અજય દેવગણ એક સમયે ખૂબ જ સીગારેટ પીતા હતા. સીગારેટ પીવાની આદત બંધ કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ ટિપ્સ અપનાવી સીગારેટ પીવાનું બંધ કરી શકો છો.

  • અજય દેવગણ એક સમયે ખૂબ જ સીગારેટ પીતા હતા
  • એક દિવસમાં 100 સીગારેટ પીત હતા
  • આ ટિપ્સ અપનાવીને ધૂમ્રપાન છોડો

બોલીવુડ અભિનેતા અજય દેવગણ એક સમયે ખૂબ જ સીગારેટ પીતા હતા. એક દિવસમાં તેઓ 100 સીગારેટ પીતા હતા. અજયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મેં સીગારેટ પીવાનું બંધ કરી દીધું છે. પહેલા હું દિવસમાં 100 સીગારેટ પીતો હતો.’ સીગારેટ પીવાની આદત બંધ કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ ટિપ્સ અપનાવીને તમે સરળતાથી આ આદતથી છુટકારો મેળવી શકો છો. 

  • સીગારેટ પીવાની આદત છોડવા માટે ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે. સૌથી પહેલા તમે એક ડેડલાઈન નક્કી કરો કે, તમે આ દિવસ સુધીમાં સીગારેટ પીવાનું બંધ કરી દેશો. 
  • સવારે ઉઠીને સૌથી પહેલા બે ગ્લાસ લીંબુ શરબત પીવો. લીંબુ શરબતમાં મધ મિશ્ર કરીને પણ સેવન કરી શકાય છે. 
  • સીગારેટ પીવાની ઈચ્છા થાય ત્યારે ખુદને સમજાવવાની કોશિશ કરો કે, સીગારેટ પીવી આરોગ્ય માટે હાનિકારક છે અને આ આદત છોડી દેવાની છે. 
  • સીગારેટ પીવાની ઈચ્છા થાય તો થોડા સમય માટે આરામથી બેસી જાવ. ઊંડા શ્વાસ લો અને ઠંડું પાણી પીવો. 
  • સીગારેટ પીવાનું બંધ કરો ત્યારે માથાનો દુખાવો, મૂડ ખરાબ થવો, એનર્જી ફીલ ના થવા જેવી બાબતો સર્જાઈ શકે છે. જે માટે તમે નિકોટીન ગમનો ઉપયોગ કરી શકો છો. 
  • અનેક લોકો ભોજન કર્યા પછી સીગારેટ પીતા હોય છે. જેથી જમ્યા પછી તમારું ધ્યાન ભટકી જાય તેવું કંઈક કરો, જેમ કે, બ્રશ કરવું, ટહેલવા જવું, ચીંગમ ખાવી. 
  • ઘરમાંથી બધી જ એશટ્રે અને લાઈટર્સ હટાવી દો અને ઘરની સફાઈ કરો. જેથી સીગારેટની સ્મેલ પણ ના આવે. સ્મોકિંગની યાદ અપાવે તેવી ઘરમાં એકપણ વસ્તુ ના રાખવી. 
  • ધૂમ્રપાન બંધ કરવા માટે નિયમિતરૂપે યોગા કરો, જેથી તમને સારું ફીલ થશે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

ajay devgan quit smoking quit smoking quit smoking tips quitting cigarette ધૂમ્રપાન છોડવાની ટિપ્સ સીગારેટ છોડવાની ટિપ્સ tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ