બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 PM, 26 April 2025
Viral News : લગ્ન પ્રસંગ પરિવારમાં આનંદ લઇ આવે છે. પરિવાર અને કુંટુબના લોકોને લગ્નનો આનંદ માણવાનો ઉત્સાહ જોવા મળતો હોય છે પરંતુ અત્યારે એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે બધાને ચોકાવવાની સાથે હસાવી પણ રહ્યો છે.
ADVERTISEMENT
લગ્નોમાં દુલ્હન સજીધજીને પોતાના સાજનની રાહ જોતી જોવા મળે છે. તે દિવસે કન્યા પાસે કોઇ કામ નથી હોતુ. તે બિલકુલ રાણી જેવી તૈયાર થઇ રહે છે. લોકો તેના દિવસને ખાસ બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. કન્યાને તેના વરરાજા સાથે ખુશી, પ્રેમ અને યાદગાર ક્ષણો સાથે વિદાય આપવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક આત્મનિર્ભર દુલ્હન જોવા મળી. જે પોતાના લગ્નને ખાસ બનાવવા માટે પોતે ગીતો ગાતી જોવા મળી હતી. સામાન્ય રીતે ઘરની અન્ય મહિલાઓ લગ્નમાં ગીતો ગાતી જોવા મળે છે. પણ અહીં વાત તદ્દન વિપરીત લાગી. અહીં દુલ્હન પોતે તેના લગ્નમાં ગીતો ગાતી જોવા મળી હતી.
ADVERTISEMENT
દુલ્હન પોતાના લગ્નમાં ગીત ગાતી હતી
વીડિયોમાં એક દુલ્હન મહિલાઓની વચ્ચે બેઠી છે અને માઈક પર લગ્નના ગીતો ગાતી જોઈ શકાય છે. દુલ્હન દ્વારા લગ્નમાં ગવાતુ ગાળોવાળુ ગીત તમે જોઇ શકો છો. બિહાર અને પૂર્વાંચલ ઉત્તર પ્રદેશમાં લગ્નોમાં અપશબ્દો વાળા ગીત ગાવાની પ્રથા છે. આ અપશબ્દોભર્યું ગીત જાનૈયાઓને સંભળાવવા માટે ગવાય છે. જેમાં તેની માતા અને બહેનને ગાળો આપવામાં આવે છે. દુલ્હનની સાદગી, આત્મવિશ્વાસ અને મધુર અવાજે આ લગ્નને ખરેખર ખાસ અને યાદગાર બનાવ્યા.
આ પણ વાંચોઃ વાયરલ / VIDEO: કિચનમાં ગજબ એક્સપેરિમેન્ટ! મહિલાઓએ વીડિયો જોવો પણ અખતરો ન કરવો!
લોકોએ દુલ્હન આત્મનિર્ભર ગણાવી
આ વીડિયો લગભગ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર @_insta_love_4u_ નામના એકાઉન્ટ પર આ વીડિયો જોવા મળે છે. અત્યાર સુધી લાખો લોકોએ જોયો અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. ઘણા લોકોએ આ દુલ્હનને આત્મનિર્ભર ગણાવી, તો ઘણા લોકોએ તેના અવાજની પ્રશંસા કરી. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું – દીદી, તમારે આટલા આત્મનિર્ભર ન બનવું જોઈતું હતું.
Disclaimer: અહીં આપેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.