બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / દુનિયાની સૌથી મોંઘી કેરી, એક કિલોની કિંમત એટલી કે સાંભળીને ભલભલાને ચક્કર આવી જશે

અજબ ગજબ / દુનિયાની સૌથી મોંઘી કેરી, એક કિલોની કિંમત એટલી કે સાંભળીને ભલભલાને ચક્કર આવી જશે

Last Updated: 03:26 PM, 5 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે માર્કેટમાં 100-150થી લઈને 1000-1500 રૂપિયાની એક કિલો કેરી મળી રહે છે પણ શું તમને એ ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે? લોકો આ કેરીનાં 1 કિલોના ભાવમાં બાઇક અને બે કિલોના ભાવમાં લોકો કાર ખરીદી શકે છે.

ગરમીની સીઝન આવતાં જ કેરીની ડિમાંડ ખૂબ વધી જાય છે અને હવે જેમ જેમ ગરમી વધી રહી છે કેરીની માંગ પણ વધી રહી છે. જો કે વરસાદ આવતાની સાથે કેરીની સિઝન પૂરી થઈ જશે એ પહેલા પેટ ભરીને કેરી ખાઈ લેવી જોઈએ. તમે હાપુસ, કેસર, લંગડા, દશેરી કેરી તો ખૂબ ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય જાંબલી રંગની કેરી ખાધી છે? આ એક કિલો કેરીની કિંમત બે, પાંચ, દસ હજાર કે એક લાખ પણ નહીં પરંતુ 2.5થી ત્રણ લાખ રૂપિયા છે.

વિશ્વમાં ભારતને કેરીની વિવિધ જાતો માટે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં ઉત્પાદિત થતી કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ થાય છે. પરંતુ જ્યારે દુનિયાની સૌથી મોંઘી કેરીની ચર્ચા થાય છે ત્યારે ભારત નહીં પણ જાપાનનું નામ આગળ આવે છે. જાપાનમાં ‘ટાઈયો નો ટમૈગો’ નામની કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ એક કિલો કેરી લાખો રૂપિયામાં વહેંચાય છે.

આ કેરીને મિયાઝાકી પણ કહેવામાં આવે છે કારણ કે આ કેરીની ખેતી જાપાનના મિયાકાજી શહેરમાં થાય છે. આ કેરીનું વજન લગભગ 350 ગ્રામ હોય છે અને તેમાં લગભગ 15 ટકા શુગર જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો મિયાઝાકી કેરીની રૂ. 2.75 લાખમાં વહેંચાય છે. એક રીતે જોવા જઈએ આટલા પૈસામાં બુલેટ બાઇક પણ ખરીદી શકાય છે. એક રિપોર્ટ અનુસાર મિયાઝાકી શહેરમાં 70-80માં કેરીની ખેતી શરૂ થઈ હતી અને મોટાભાગની કેરીઓ મે અને જૂન વચ્ચે વેચાય છે પણ ત્યાંની આ કેરી એપ્રિલથી ઓગસ્ટ સુધી મળે છે. મિયાઝાકી કેરીની ખેતી જાપાન, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ અને ભારતમાં પણ થાય છે.

વધુ વાંચો: આ મંદિરમાં હનુમાન દાદાની સામે થાય છે દલીલો, બજરંગબલી આપે છે ચુકાદો

હવે પ્રશ્ન એ થાય કે શા માટે આ કેરી માટે આટલી મોંઘી મળે છે? તો એવું કહેવાય છે કે આ કેરી ખાવાના અનેક ફાયદાઓ છે. મિયાઝાકી કેરીમાં વિટામિન C, A અને કેન્સર સામે લડવા માટે જરૂરી તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને આ કેરીની મીઠાશ પણ અન્ય કેરી કરતા અલગ જ પ્રકારની હોય છે. આ મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી કારણ કે આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે અને ઝાડ પર ફળ આવ્યા બાદ એક-એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે. જેના કારણે તેનો રંગ બદલીને જાંબલી થઈ જાય છે. આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Miyazaki Mango Most Expensive Mango Ajab Gajab News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ